ઇસ્લામાબાદ : પાકિસ્તાને ચીનનાં ઉઇગર મુસલમાનો પર લાગેલા પ્રતિબંધમાં ઢીલ આપવા માટેની અપીલ કરી. આ અપીલ તેવા સમયે કરવામાં આવી છે જ્યારે ચીનનાં પશ્ચિમમાં સુદૂરવર્તી શિનજિયાં વિસ્તારમાં લઘુમતી ઉઇગર સમુદાયનાં 10 લાખ લોકોની કસ્ટડીમાં લેવાયા હોવાનાં સમાચાર આવ્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડોન અખબાર અનુસાર ધાર્મિક અને આંતરદાર્મિક સૌહાર્દ મુદ્દે પાકિસ્તાનનાં સંઘીય મંત્રી નુરુલ હક કાદરી અને ચીની રાજદુત યાઓ જિંગની વચ્ચે આ અઠવાડીયામાં અહીં બેઠકમાં ઉઇગર પર પ્રતિબંધનો મુદ્દો ુઠ્યો હતો. 
ચીની મુસલમાનો સંબંધિત મુદ્દા પર ચુપકીદી સાધી રહ્યાની પરંપરાત તોડતા કાદરીએ કહ્યું કે, ચીનનાં શિનજિયાં પ્રાંતમાં તેઓ તમામ મુસલમાન ઘણા પ્રકારનાં પ્રતિબંધનો સામનો કરી રહ્યા છે. અને તેમણે પ્રતિબંધમાં ઢીલ આપવાની માંગણી કરી. કાદરીએ ચીની દૂને કહ્યું કે, પ્રતિબંધથી પ્રતિક્રિયામાં અતિવાદી વિચારધારાના પ્રસારની આશંકા છે. 


બંન્ને નેતાઓ વચ્ચે શિનજિયાંગ અને પાકિસ્તાન સાતે જોડાયેલા ધાર્મિક વિદ્વાનો વચ્ચે વાર્તા અંગે પણ ચર્ચા થઇ હતી. ચીન દૂતે કહ્યું કે, ચીનમાં બે કરોડ મુસલમાનો રહે છે અને તેમને પોતાનાં ધર્મના પાલનની સંપુર્ણ સ્વતંત્રતા પ્રાપ્ત છે.