નવી દિલ્હી: કાશ્મીર મુદ્દે કૂટનીતિક હાર બાદ હવે પાકિસ્તાન દ્વિપક્ષીય મંત્રણાનો રાગ આલાપવા લાગ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ ભારત સામે વાતચીતની રજુઆત કરી છે અને કહ્યું કે અમે દ્વિપક્ષીય વાતચીત માટે તૈયાર છીએ. આ સાથે જ તેમણે કહ્યું કે ભારત સાથે યુદ્ધ કોઈ વિકલ્પ નથી. અત્રે જણાવવાનું કે ગઈ કાલે જ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ભાર સાથે કોઈ વાતચીત ન કરવાની અને યુદ્ધની ધમકી આપી હતી. એટલે કે ઈમરાન ખાન અને તેમના વિદેશ મંત્રી વચ્ચે પણ આ મુદ્દે એકમત નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈમરાન ખાને ફરી આપી યુદ્ધની ધમકી, કહ્યું-'PoK પર ભારતે કઈ કર્યું તો પાકિસ્તાન પણ તૈયાર'


હકીકતમાં શાહ મહેમૂદ કુરેશીએ કહ્યું કે 'પાકિસ્તાને ક્યારેય ભારત સાથે વાતચીતની ના પાડી નથી. અમે ભારત સાથે દ્વિપક્ષીય વાતચીત માટે તૈયાર છીએ. ભારત સાથે યુદ્ધ એ કોઈ વિકલ્પ નથી. '


ઉલ્લેખનીય છે કે શુક્રવારે જ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને એકવાર ફરીથી ભારતને યુદ્ધની પોકળ ધમકી આપી હતી. ઈમરાન ખાને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મામલે કહ્યું છે કે મોદી સરકાર જો પીઓકે પર કઈ પણ કરશે તો પાકિસ્તાન પણ તૈયાર રહેશે. તેમણે કહ્યું કે બે પરમાણુ શક્તિઓ (ભારત અને પાકિસ્તાન) વચ્ચે યુદ્ધ થશે તો તેની અસર સમગ્ર દુનિયા પર પડશે. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...