બસ 3 મહિના, બ્લેકલિસ્ટથી બચવા માટે પાકિસ્તાને અમેરિકા સામે જોડ્યા હાથ
આંતરરાષ્ટ્રીય સ્તર પર ટેરર ફન્ડિંગ અને મની લોન્ડ્રિંગ પર નજર અને તેના પર અંકુશ લગાવતી સંસ્થા ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની પેઇચિંગમાં યોજાનારી બેઠક પહેલા પાકિસ્તાન બેચેન છે. હવે તેણે અમેરિકાને અપીલ કરી છે કે, તે તેને FATFના ગ્રે લિસ્ટમાંથી બહાર કાઢવામાં મદદ કરે.
ઇસ્લામાબાદઃ આંતરરાષ્ટ્રીય સ્તર પર ટેરર ફન્ડિંગ અને મની લોન્ડ્રિંગ પર નજર અને તેના પર અંકુશ લગાવતી સંસ્થા ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની પેઇચિંગમાં યોજાનારી બેઠક પહેલા પાકિસ્તાન બેચેન છે. હવે તેણે અમેરિકાને અપીલ કરી છે કે, તે તેને FATFના ગ્રે લિસ્ટમાંથી બહાર કાઢવામાં મદદ કરે. ઇસ્લામાબાદ તેથી એટલું બેચેન છે કારણ કે જો એપ્રિલ સુધી તે FATFના ગ્રે લિસ્ટમાંથી બહાર નહીં નિકળી શકે તો તે બ્લેકલિસ્ટ થઈ શકે છે. પેઇચિંગમાં યોજાનારી FATFની બેઠકમાં ટેરર ફન્ડિંગ અને મની લોન્ડ્રિંગ પર પ્રભાવી અંકુશ લગાવવા માટે પાકિસ્તાન તરફથી ભરવામાં આવેલા પગલાની સમીક્ષા થશે.
આ સપ્તાહે ટ્રમ્પને મળશે ઇમરાન
આ સપ્તાહે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. ખાન સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની 21 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી સુધી ચાલનારા સંમેલનમાં હાજરી આપશે. WEFથી અલગ તે ટ્રમ્પ સાથે મુલાકાત કરશે. ખાસ વાત છે કે પેઇચિંગમાં FATF વર્કિંગ ગ્રુપની બેઠક પણ 21થી 23 જાન્યુઆરી સુધી ચાલશે.
પેઇચિંગમાં મંગળવારથી FATF વર્કિંગ ગ્રુપની બેઠક
FATF વર્કિંગ ગ્રુપની સાથે 3 દિવસ સુધી આમને-સામનેની વાતચીત માટે પાકિસ્તાનનું એક પ્રતિનિધિમંડળ રવિવારે જ પેઇચિંગ પહોંચી ચુક્યું છે. FATF વર્કિંગ ગ્રુપની સાથે પાકિસ્તાની પ્રતિનિધિમંડળની ફેસ-ટુ-ફેસ વાતચીત મંગળવારથી શરૂ થશે. આ દરમિયાન તે વાતની સમીક્ષા કરવામાં આવશે કે પાકિસ્તાને પેરિસમાં FATFની બેઠક દરમિયાન નક્કી કરેલા માપદંડોનું પાલન કર્યું છે કે નહીં.
FATF બેઠક માટે પેઇચિંગ પહોંચ્યું પાકિસ્તાનનું પ્રતિનિધિમંડળ
પાકિસ્તાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ મિનિસ્ટર ફોર ઇકોનોમિક અફેર ડિવિઝન હમ્માદ અઝહર કરી રહ્યાં છે, જેમાં નેશનલ કાઉન્ટર ટેરરિઝમ ઓથોરિટી, વિદેશ મંત્રાલય, સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાનના પ્રતિનિધિ પણ સામેલ છે.
IMFએ ભારતના જીડીપી ગ્રોથ અનુમાનમાં કર્યો મોટો ઘટાડો, દુનિયાભરમાં થશે અસર
એપ્રિલ સુધી ગ્રે લિસ્ટથી બહાર નહીં નિકળે તો પાક થશે બ્લેકલિસ્ટ
પાછલા વર્ષે ઓક્ટોબરમાં FATFએ લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને અન્ય આતંકી સંગઠનો માટે ટેરર ફન્ડિંગ પર લગાવ લગાવવામાં નિષ્ફળ થવાથી પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં રાખવાનો નિર્ણય કર્યો હતો. જો આ વર્ષે એપ્રિલ સુધી પાકિસ્તાન આ લિસ્ટથી બહાર ન નિકળી શકે તો તેને બ્લેકલિસ્ટ કરી શકાય છે અને ઇરાનની જેમ તેના પર મોટા આર્થિક પ્રતિબંધ લગાવી શકાય છે.
8 જાન્યુઆરીએ પાકે મોકલ્યો હતો રિવ્યૂ રિપોર્ટ
પાકિસ્તાને 8 જાન્યુઆરીએ FATFને 650 પેજનો રિવ્યૂ રિપોર્ટ સોંપ્યો હતો. આ રિપોર્ટ મની લોન્ડિંગને લઈને પાકિસ્તાનની નવી નીતિઓના સંબંધમાં FATF દ્વારા પૂછવામાં આવેલા 150 સવાલોના જવાબમાં રજૂ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં ઓક્ટોબર 2019થી જાન્યુઆરી 2020 વચ્ચે FATFની ભલામણોને લાગૂ કરવાની દિશામાં પાકિસ્તાન દ્વારા ભરવામાં આવેલા પગલા વિશે જણાવવામાં આવ્યું છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube