રવિન્દર સિંહ રોબિન, નવી દિલ્હી: પાડોશી દેશ પાકિસ્તાન (Pakistan) ભારત સાથે ફરીથી કપાસ અને ખાંડ ખરીદવાની તૈયારી કરી રહ્યું છે. ભારત-પાકિસ્તાન ટ્રેડ ( india-pakistan trade) ની બહાલી માટે આજે નિર્ણય લેવાશે. અત્રે જણાવવાનું કે ભારત વાઘા બોર્ડરના રસ્તે પાકિસ્તાનને કપાસ મોકલતું હતું પરંતુ 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાને ભારત પાસેથી ઈમ્પોર્ટ કરવાનું બંધ કરી દીધુ હતું. આ બાજુ ભારતે પણ પુલવામા હુમલા બાદ પાકિસ્તાનથી આવતી તમામ વસ્તુઓ પર 200 ટકા ડ્યૂટી લગાવી દીધી હતી. ત્યારબાદ બંને દેશો વચ્ચે વેપાર લગભગ ઠપ હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવામાં પાકિસ્તાન (Pakistan) ની કેબિનેટમાં આજે લેવાનારા નિર્ણય બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરીથી વેપાર શરૂ થઈ શકે છે. જાણકારો તેને બંને દેશો વચ્ચે શાંતિ બહાલીની દિશામાં પહેલા પગલાં તરીકે પણ જોઈ રહ્યા છે. 


ઈમરાન ખાને લખ્યો PM મોદીને પત્ર
આ બધા વચ્ચે મંગળવારે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ને પત્ર લખ્યો છે. આ પત્ર તેમણે પાકિસ્તાન દિવસના અવસરે પીએમ મોદી (PM Modi) દ્વારા લખાયેલા પત્રના જવાબમાં લખ્યો છે અને આભાર માન્યો છે. ઈમરાન ખાને કહ્યું કે પાકિસ્તાન ભારત સહિત પોતાના તમામ પાડોશી દેશો સાથે શાંતિ અને સહયોગ ઈચ્છે છે. 


પીએમ મોદીએ આપી હતી શીખામણ
અત્રે જણાવવાનું કે પાકિસ્તાન ડે (Pakistan Day) ના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પત્ર લખીને કહ્યું હતું કે પાડોશી દેશોમાં ભરોસોનો સંબંધ હોવો જોઈએ. આતંકવાદની કોઈ જગ્યા નથી. પાકિસ્તાન સાથે ભારત મિત્રતાનો સંબંધ ઈચ્છે છે અને મિત્રતા માટે આતંકમુક્ત માહોલ જરૂરી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે ભારત પાકિસ્તાન સાથે સદભાવપૂર્ણ સંબંધ ઈચ્છે છે. આ માટે પરસ્પર વિશ્વાસ અને આતંકવાદનો અંત જરૂરી છે. 


Pakistan: ઇમરાન ખાને આપ્યો PM મોદીના પત્રનો જવાબ, શાંતિની વાત અને કાશ્મીરનો ઉલ્લેખ


UK: મહિલાએ બ્રિટિશ PM વિશે કર્યો ચોંકાવનારો દાવો, સેક્સ, ટોપલેસ તસવીરો પર કરી એવી વાતો...


Intelligence Report માં દાવો, PM Modi ના બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન મોટા પાયે હિંસાનું રચાયું હતું ષડયંત્ર


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube