ઈરાને મંગળવારે પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આતંકી સમૂહોના ઠેકાણા પર હવાઈ હુમલાનો દાવો કર્યો હતો. પાકિસ્તાને પણ આ હુમલાની હવે પુષ્ટિ કરી દીધી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આકરી ટીકા કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે હુમલાને દેશના 'સાર્વભૌમત્વનો ભંગ' ગણાવ્યો છે અને ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કેઈરાને મંગળવારે પાકિસ્તાનમાં આતંકવાદી ગ્રુપ જૈશ અલ અદલના ઠેકાણાઓને નિશાન બનાવીને હુમલા કર્યા. ઈરાની મીડિયાના જણાવ્યાં મુજબ હુમલા બલુચિસ્તાન પ્રાંતના પહાડોમાં કરવામાં આવ્યા અને મિસાઈલો, ડ્રોનથી આતંકી ઠેકાણાઓ પર નિશાન સાધવામાં આવ્યું. બીજા બાજુ પાકિસ્તાને જણાવ્યું કે હુમલામાં બે બાળકોના મોત થયા છે અને ત્રણ અન્ય લોકો ઘાયલ થયા છે. 


ઈરાનના આ પગલાથી બંને દેશો વચ્ચે સંબંધો ખરાબ થવાનો ડર પેદા થયો છે અને બંને દેશ લાંબા સમયથી રાજનયિક સંબંધો જાળવી રાખતા એકબીજા પર શંકાની નજરે જુએ છે. 


પાકિસ્તાની વિદેશ મંત્રાલયે કરી ટીકા
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે હુમલાની આકરા શબ્દોમાં ટીકા કરી છે. મંત્રાલયે નિવેદનમાં કહ્યું છે કે પાકિસ્તાન ઈરાન દ્વારા તેના એર સ્પેસમાં 'અકારણ ઉલ્લંઘન' ની આકરી ટીકા કરે છે. જેના પગલે બે માસૂમ બાળકોના મોત થયા જ્યારે ત્રણ છોકરીઓ ઘાયલ થઈ. નિવેદનમાં આગળ કહેવાયું છે કે પાકિસ્તાનની સંપ્રભુતાનો આ ભંગ સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય છે અને તેના ગંભીર પરિણામ આવી શકે છે. 


પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં એ નથી જણાવ્યું કે હુમલો ક્યાં થયો. પરંતુ પાકિસ્તાનના વિવિધ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર હુમલાની જગ્યા બલુચિસ્તાન પ્રાંત જણાવવામાં આવી રહી છે. જ્યાં બંને દેશો લગભગ 1000 કિમી લાંબી સરહદ શેર કરે છે. આ ખુબ ઓછી વસ્તીવાળો વિસ્તાર છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube