પાકિસ્તાનમાં નવી સરકાર બનતાં પહેલાં અમેરિકાએ તૈયાર કર્યો મિત્રતાનો ફોર્મૂલા!
અમેરિકા ચૂંટણી પ્રચાર દરમિયાન અભિવ્યક્તિની આઝાદી, લોકો અને પ્રેસ સાથે હળવા-મળવા પર પાબંધીના અહેવાલોને લઇને ચિંતિત છે.
વોશિંગ્ટન: અમેરિકાના એક અધિકારીએ કહ્યું કે તેમનો દેશ પાકિસ્તાનમાં સરકાર બન્યા બાદ નવા નેતાઓની સાથે કામ કરવાનો અવસર શોધશે અને દક્ષિણ એશિયામાં સુરક્ષા, સ્થિરતા અને સમૃદ્ધિ વધારવાનો પ્રયત્ન કરશે. વિદેશ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું કે અમેરિકા, પાકિસ્તાનના ચૂંટણી પંચ દ્વારા જાહેર પૂર્ણ આધિકારીક પરિણામો અને સુપરવાઇઝરના પ્રારંભિક પરિણામ જાહેર થવાની રાહ જોવામાં આવી રહી છે.
પોતાની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇંસાફ (પીટીઆઇ) સૌથી મોટા દળ તરીકે ઉભર્યા બાદ ઇમરાન ખાને ચૂંટણીમાં જીતનો દાવો કર્યો. સંસદીય ચૂંટણીના પરિણામો અને વલણો અનુસાર પીટીઆઇ 105 સીટો જીતી ચૂકી છે. જોકે પ્રતિદ્વિંદ્રી રાજકીય પાર્ટીઓએ ચૂંટણીમાં મોટાપાયે ધાંધલીનો આરોપ લગાવ્યો છે. વિદેશ વિભાગના પ્રવક્તાએ પીટીઆઇ-ભાષાને કહ્યું કે ''જ્યારે પાકિસ્તાનના ચૂંટાયેલા નેતા સરકાર બનાવી લેશે તો અમેરિકા દક્ષિણ એશિયામાં સુરક્ષા, સ્થિરતા અને સમૃદ્ધિના લક્ષ્યોને આગળ વધારવા માટે તેમની સાથે મળીને કામ કરવાના અવસર શોધશે.''
પ્રવક્તાએ કહ્યું કે અમેરિકા ચૂંટણી પ્રચાર દરમિયાન અભિવ્યક્તિની આઝાદી, લોકો અને પ્રેસ સાથે હળવા-મળવા પર પાબંધીના અહેવાલોને લઇને ચિંતિત છે. સદનમાં વિદેશ મામલની સમિતિના સભ્ય ઇલિયોટ એંજલે ચૂંટણીમાં સેનાની ભૂમિકા પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે પાકિસ્તાનના લોકોએ વધુ એક તક ગુમાવી.
તેમણે કહ્યું ''હું પાકિસ્તાનના લોકોને શુભેચ્છા પાઠવવા માંગુ છું જેમણે વિભિન્ન વિઘ્નો છતાં કાલે બહાદુરીથી મત નાખે. મને આશા છે કે પાકિસ્તાન 2013ના ચૂંટણી પરંપરાને જાળવી રાખશે જ્યાએ દેશમાં પહેલીવાર લોકતાંત્રિક રીતે સત્તા હસ્તાંતરણ થઇ હતી.'' તેમણે કહ્યું ''પરંતુ હું પાકિસ્તાનની સેનાની ચૂંટણીને પ્રભાવિત કરવાના આરોપોને ખૂબ ગંભીરતાથી લઇ રહ્યો છું.'' હાલ તેમણે કહ્યું કે જે પણ સરકાર સત્તામાં આવે છે તે તેમની સાથે કામ કરવા માટે તૈયાર છે.
(ઇનપુટ: ભાષા)