નવી દિલ્હી: પાછલા કેટલા વર્ષથી સ્વદેશી ટેક્નીકથી મોર્ડન બેટલ ટેંક એટલે કે એમબીટી બનાવવાનું સપનું જોઇ રહેલું પાકિસ્તાન હવે તેમનો હેતુ ફેરફાર કર્યો છે. પાકિસ્તાન હવે અલ ખાલિદ-2 ટેંકની ડિઝાઇનથી લઇને એન્જિન સુધીની ખરીદી વિદેશમાંથી કરવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાન સતત આ પ્રયત્નમાં હતું કે તેઓ અલ ખાલિદ-ટેંકને એડવાન્સ વર્ઝન એટલે કે અલ ખાલિદ-2 ટેંકનું (Al-Khalid tank 2) તેમના દેશમાં વિકસિત કરે, પરંતુ સતત પડી રહેલી મુશ્કેલીઓના કારણે પાકિસ્તાન સરકારે હવે ચીન અને કેટલાક યુરોપીયન દેશોની મદદથી અલ ખાલિદ-2 ટેંકનું એન્જિન વિદેશોમાંથી આયત કરવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં પાકિસ્તાન મોર્ડન અલ ખાલિદ ટેંક ન બનાવી શકવા પર એટલું વ્યાકુળ છે કે હવે તેમણે આ ટેંકની ડિઝાઇન માટે પણ વિદેશી મદદની આશ લગાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: H-1B વીઝાના નિયમોમાં મોટુ પરિવર્તન લાવવા ટ્રમ્પ સરકારની તૈયારી


ભારતની સામે યુદ્ધની પરિસ્થિતિમાં નિર્ણાયક ધાર પ્રાપ્ત કરવાનો ઇરાદા સાથે પાકિસ્તાની સેના સતત તેમની સંરક્ષણ તૈયારીઓને મજબૂત કરાવમાં લાગી છે. જ્યાં પાકિસ્તાન ભારતના 36 રાફેલના બદલે આગાઉના ત્રણ વર્ષમાં 62 નવા JF-17 જેટને પાકિસ્તાની વાયુ સેનામાં શામેલ કરી રહી છે. ત્યારે પાકિસ્તાની સેના કેટલા મહિનાઓમાં 600 નવી ટેંકને સામેલ કરવાની યોજના તૈયાર કરી લીધી છે. રક્ષા મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા અનુસાર પાકિસ્તાન ચીનના હથિયાર કંપની ચાઇના નોર્થ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનથી સતત સંપર્કમાં છે. જેની મદદથી પાક તેમની ટેંક રેજીમેન્ટને મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહી છે.


વધુમાં વાંચો: સડક પર નિકળ્યા શાનથી સાવજ, વાહનોને પણ ઊભા રહેવું પડ્યું


પાકિસ્તાન લાંબા સમયથી સ્વેદેશી માર્ડનાઇઝ્ડ ટેંક અલ આલિખ-2 બનાવવાના પ્રયત્નમાં છે પરંતુ એવું લાગે છે કે આ ટેંકને બનાવવામાં પડી રહેલી મુશ્કેલીના કારણે પાકિસ્તાને હવે આ ટેંકને પોતે બનાવવાનો ઇરાદો છોડી દીધો છે. પાકિસ્તાન હવે વિદેશીઓ પાસે સંપર્ક સાધી રહ્યું છે. જેનાથી બહારના દેશોનું એન્જિન આ ટેંકમાં ફિટ કરવામાં આવી શકે.


વધુમાં વાંચો: શરમજનક! પીરિયડ્સ વખતે માતાને બારી વગરની ઝૂંપડીમાં સૂવાડી, મહિલા અને 2 બાળકોના મોત


પાકિસ્તાની આર્મડ કોરમાં ટેંકોની ઘટાડાને દૂર કરવા માટે પાકિસ્તાને ચીનની ટેંક વીટી-4ની આશા લગાવી છે. વીટી-4ની થર્ડ જનરેશનની ટેક કહેવામાં આવે છે. જેનું એન્જિન 1200 હોર્સ પાવરનું છે અને તે 70 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પર દોડી શકે છે. આ ચીને બનાવેલી ખુબ જ મોર્ડન ટેંક માનવામાં આવે છે. પાકિસ્તાન લગભગ 100 વીટી-4 ટેંકની ખરીદી કરવાના પ્રયત્નમાં છે.


દુનિયાના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...