Pakistan Video: મંત્રીજીએ નેશનલ એસેમ્બલીમાં કૂર્તો ઊંચો કરી એવી હરકત કરી...અભિનેત્રીએ ઉડાવી મજાક
Pakistan News: પાકિસ્તાનના એક મંત્રીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
Pakistan News: પાકિસ્તાનના એક મંત્રીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ અજીબોગરીબ રીતે પેટ ખંજવાળતા જોવા મળે છે. આ વીડિયોને લઈને હવે પાકિસ્તાની અભિનેત્રી અને મોડલ મથિરાએ નિશાન સાધ્યું છે. તેણે કેટલાક કટુ શબ્દોનો ઉપયોગ કરતા મંત્રી મહોદયને માણસ બનવાની સલાહ આપી દીધી છે.
વાયરલ વીડિયો PML-N ના નેતા ચૌધરી જમીલનો છે. જેમાં તેઓ નેશનલ એસેમ્બલી હોલમાં પેટ ખંજવાળતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મંત્રી મહોદય પોતાની ખુરશી પર બેઠા છે અને કુર્તો ઊંચો કરીને ઊંઘુ ઘાલીને પેટ ખંજવાળવામાં વ્યસ્ત છે. આ ખુજલી કાંડ અંગે સોશિયલ મીડિયામાં લોકો મંત્રીજીને ટ્રોલ કરી રહ્યા છે. હવે પાકિસ્તાન અભિનેત્રી મથિરા પણ તેમા સામેલ થઈ ગઈ છે.
મથિરાએ મંત્રીજીને ફટકાર લગાવી છે. એટલું જ નહીં અભિનેત્રીએ તેમને માણસ બનવાની પણ સલાહ આપી દીધી. મથિરાએ નેતાજીને ટ્રોલ કરતા લખ્યું કે ખંજવાળ આવવી નોર્મલ છે પરંતુ મહેરબાની કરીને એ ન બતાવો કે તેને કેવી રીતે કરાય છે. માણસ બનો. સાંઢ નહીં. વીડિયો પર કમેન્ટ કરતા તેણે વધુમાં લખ્યું કે મને માફ કરો હું કોઈની મજાક નથી ઉડાવતી. ખુજલી કરવી સામાન્ય વાત છે પરંતુ તેને સુપર પ્રોફેશનલ પ્લેસ પર ન કરો. તમે માણસ છો, જાનવર નહીં.
તેણે વધુમાં લખ્યું છે કે જાહેર સ્થળે આવી હરકત કરનાર વ્યક્તિ જાનવરની જેમ જ છે. આમ તો આ કોઈ પહેલો મામલો નથી કે પાકિસ્તાની નેતાની વિચિત્ર હરકતો વાયરલ થઈ હોય. આ અગાઉ પણ આવું અનેકવાર બની ચૂક્યું છે. અત્રે જણાવવાનું કે પાકિસ્તાનમાં હવે શાહબાઝ શરીફના નેતૃત્વમાં નવી સરકાર બની છે. જો કે ઈમરાન ખાન એવી કોશિશમાં છે કે દેશમાં જલદી ચૂંટણી કરાવવામાં આવે.
Liver Disease: US-યુરોપમાં બાળકોમાં જોવા મળી આ રહસ્યમય બીમારી, લોકોમાં દહેશત
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube