ઇસ્લામાબાદ : ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં તણાવ વચ્ચે ગુરૂવારે કંઇક એવું થયું જેના વખાણ દરેક વ્યક્તિ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, 150 યાત્રીઓથી માંડી જયપુરથી મસ્કત જઇ રહેલા એક ભારતીય પ્લેન પાકિસ્તાની હવાઇ ક્ષેત્રમાં ખુબ જ ખરાબ વાતાવરણમાં ફસાઇ ગયું. પ્લેન પર આકાશીય વિજળી  પડી હતી અને અચાનક 2 હજાર ફુટ નીચે આવી ગયું હતું. પાયલોટે મદદ માટે તુરંત તમામ નજીકના એર ટ્રાફીક કંટ્રોલર પાસે એલર્ટ મોકલ્યું. વિમાનને ખતરામાં જોઇ એક પાકિસ્તાની એ ટ્રાફીક કંટ્રોલર (ATC) તુરંત જ હરકતમાં આવી ગયા અને તે દુર્ઘટનાનો શિકાર બનતા બચાવી લીધું. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે પાકિસ્તાનમાં વાતાવરણ એટલું બધુ ખરાબ હતું કે તે દિવસે આકાશીય વિજળી પડવાના કારણે 20 લોકોનાં મોત થઇ ગયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સબરીમાલા મંદિરના કપાટ ખુલ્યા, કેરળ પોલીસે 10 મહિલાઓને પરત મોકલી

ખતરામાં હતા 150થી વધારે લોકોનાં જીવ
પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટીનાં એક એર ટ્રાફીક કંટ્રોલર (ATC) ની સતર્કતાએ 150થી વધારે લોકોનાં જીવ બચાવી લીધા હતા. ભારતીય વિમાન પાયલોટે ઇમરજન્સી સંદેશ મળ્યા બાદ  પાકિસ્તાન ATC તુરંત જ હરકતમાં આવ્યું અને વિમાનને સુરક્ષીત પાકિસ્તાન બહાર કાઢ્યું હતું. 


બદલીથી નાખુશ PSI પોલીસ સ્ટેશન જવા દોડતા નિકળ્યા, રસ્તામાં થઇ ગયા બેહોશ અને...
ગુજરાતનાં એક પણ શહેરનું પાણી પીવા લાયક નહી, ટોપ-20માં માત્ર ગાંધીનગર


ખુબ જ ખરાબ વાતાવરણમાં ફસાયું હતું વિમાન
જયપુરથી ઓમાનની રાજધાની મસ્તક જનારા વિમાનનાં પાયલોટ ખરાબ વાતાવરણના કારણે આ સંદેશ જાહેર કર્યો હતો. વિમાનન પ્રાધિકરણ અંગેના સુત્રોએ જણાવ્યું કે, દક્ષિણી સિંધ પ્રાંતે ચોર વિસ્તારમાંવિમાન ખુબ જ ખરાબ વાતાવરણમાં ફસાઇ ગયું. વિમાનમાં 150 યાત્રીઓ હતા. વિમાન ગુરૂવારે કરાંચી પરથી પસાર થઇ રહ્યું હતું. ત્યારે જ વિજળી તેના પર પડી હતી. જેથી તે 36 હજાર ફુટની ઉંચાઇએથી 34 હજાર ફુટ ઉંચાઇએ આવી ગયું હતું. પરિણામે પાયલોટે ઇમરજન્સી પ્રોટોકોલ જાહેર કર્યું અને નજીકના સ્ટેશનને આ અંગે માહિતી આપી હતી. 


JNU કેમ્પસમાં ZEE NEWS નો કેમેરો જોઇને ટુકડે ટુકડે ગેંગના સભ્યો ગભરાયા!

ATC એ ભારતીય વિમાનને પાકિસ્તાની એરસ્પેસમાંથી સુરક્ષીત બહાર કાઢ્યું.
પાકિસ્તાનના એર ટ્રાફિક કંટ્રોલરે પાયલોટને ચેતવણી આપતા તુરંત પ્રતિક્રિયા આપી અને આસપાસનાં વિસ્તારમાં વિમાનને બાકીની મુસાફરી માટે પાકિસ્તાનનાં અતિ એર સ્પેસ હવાઇ ટ્રાફીકના માધ્યમથી નિર્દેશિત કર્યા. એટીસીએ ભારતીય વિમાનને ત્યા સુધી રસ્તો દેખાડ્યો જ્યાં સુધી તેઓ પાકિસ્તાનની હવાઇ સીમા પરથી સુરક્ષીત બહાર કાઢવાનું કહેવામાં આવ્યું.