Independence Day 2022: ભારત પોતાની આઝાદીનો 76મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. આ તકે પાકિસ્તાની રબાબ કલાકાર સિયાલ ખાન (Pakistani Rabab Artist Siyal Khan) એ ભારતને ખાસ શુભકામનાઓ મોકલી છે. શાંત પહાડો અને હરિયાળીના બેકગ્રાઉન્ડની સાથે સિયાલ ખાને પોતાના ગીટાર પર ભારતીય રાષ્ટ્રગાન જન મન ગણ વગાડ્યું છે. વીડિયો શેર કરતા સિયાલ ખાને પોતાના ટ્વિટરના કેપ્શનમાં લખ્યું- 'સરહદ પાર મારા દર્શકો માટે આ એક ભેટ છે. સિયાલ ખાનની શાનદાર ધુનને સાંભળ્યા બાદ બંને દેશના લોકોએ તેની ખુબ પ્રશંસા કરી છે. એક ભારતીય યૂઝરે કહ્યું કે 'જન ગણ મન'ની ધુન સંભળાવી સિયાલે દિલ જીતી લીધું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાની આર્ટિસ્ટે વગાડી 'જન ગણ મન'ની ધુન
તમે વીડિયોમાં જોઈ શકો છો કે સિયાલ ઉંડા પહાડો પર બેઠો છે અને હાથમાં રબાબ લીધેલું છે. કુલ એક મિનિટ 22 સેકેન્ડના વીડિયોમાં સિયાલે પોતાના રબાબ પર રાષ્ટ્રગાન વગાડ્યું છે. રાષ્ટ્રગાનની ધુન એટલી સુંદર છે કે લોકોએ તેની પ્રશંસા કરી. આ વીડિયોને 7 લાખ જેટલા વ્યૂ મળી ચુક્યા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube