Tarek Fateh Death: જાણિતા લેખક તારેક ફતેહનું નિધન થયું છે. વર્ષ 1949માં પાકિસ્તાનના કરાચીમાં જન્મેલા તારેક ફતેહે 73 વર્ષની વયે કેનેડામાં અંતિમ શ્વાસ લીધા હતા. આ માહિતી તેમની પુત્રી નતાશા ફતેહે ટ્વીટ કરીને આપી હતી અને કહ્યું હતું કે તેમની ક્રાંતિ તે તમામ લોકો સાથે ચાલુ રહેશે જેઓ તેમને જાણતા અને પ્રેમ કરતા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દીકરીએ ભારત પુત્રને કહ્યું
નતાશા ફતેહે (Natasha Fateh) ટ્વીટ કરીને કહ્યું, 'પંજાબનો સિંહ. હિન્દુસ્તાનનો પુત્ર. કેનેડિયન પ્રેમી. સત્ય વક્તા ન્યાય માટે લડનાર. દલિત અને પીડિતોનો અવાજ. તારેક ફતેહનું નિધન થયું છે. તેમની ક્રાંતિ તે બધા સાથે જીવશે જેઓ તેને જાણતા અને પ્રેમ કરતા હતા. તમે અમારી સાથે જોડાશો? 1949-2023.
 




તારેક ફતેહ પણ પોતાને હિન્દુસ્તાની કહેતા હતા
તારેક ફતેહ (Tarek Fateh) નો જન્મ ભલે કરાચીમાં થયો હોય, પરંતુ તેઓ પોતાને હિન્દુસ્તાની કહેતા હતા. એટલું જ નહીં, તે બંને દેશના ભાગલાને ખોટો ગણાવતા હતા અને પાકિસ્તાનને ભારતીય સંસ્કૃતિનો ભાગ માનતા હતા. તારેક ફતેહ તેમના જીવનમાં હંમેશા ધાર્મિક કટ્ટરતાની વિરુદ્ધ હતા અને ભારતીય સંસ્કૃતિને એકતાનો સ્ત્રોત માનતા હતા.

1987માં કેનેડા શિફ્ટ થયા
પાકિસ્તાનમાં જન્મેલા તારેક ફતેહ (Tarek Fateh) વર્ષ 1987માં કેનેડા શિફ્ટ થયા હતા. રિપોર્ટર તરીકે કારકિર્દી શરૂ કરનાર તારેક ફતેહ લેખક, રેડિયો અને ટીવી કોમેન્ટેટર પણ હતા. તારેક ફતેહ ઘણી ભાષાઓના જાણકાર હતા અને ઉર્દૂ ઉપરાંત હિન્દી, અંગ્રેજી, પંજાબી અને અરબી ભાષાઓ પર પણ તેમની સારી પકડ હતી.