Anju Nasrullah: ફાતિમા બનતા અંજૂ પર પાકિસ્તાનમાં ગિફ્ટનો વરસાદ, ભેટમાં મળ્યો ફ્લેટ-પ્લોટ
Anju Nasrullah News: ફાતિમા બનતા અંજૂ પર ગિફ્ટનો વરસાદ થવા લાગ્યો છે. પાકિસ્તાનના એક વેપારીએ તેને 40 લાખનો ફ્લેટ અને પ્લોટ ગિફ્ટમાં આવ્યો છે.
નવી દિલ્હીઃ Anju Nasrullah Love Story: નસરૂલ્લાહ સાથે નિકાસ બાદ અંજૂ હવે ફાતિમા બની ગઈ છે અને તેની અસર પણ જોવા મળી રહી છે. પાકિસ્તાનના સિંધ વિસ્તારના એક પત્રકાર દિલીપ કુમાર ખત્રીએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પહેલા શાલ અને કપડા આપે છે અને પછી ફ્લેટ અને પ્લોટના પેપર સોંપે છે. ફ્લેટ અને પ્લોટ ક્યા વિસ્તારમાં છે તેની જાણકારી મળી નથી. અંજૂ નામની ભારતીય મહિલાનો એક વીડિયો વાયરલ થયો છે, જે પોતાના ફેસબુક મિત્ર નસરૂલ્લાને મળવા માટે પાકિસ્તાન ગઈ છે. કથિત રીતે તે યુવક સાથે લગ્ન બાદ આ વાયરલ થયો છે. એક પાકિસ્તાની પત્રકાર દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવેલા કથિત પીડિયોમાં અંજૂ અને નસરૂલ્લાને પોતાના મિત્રો સાથે ડિનર કરતા જોઈ શકાય છે. ઝી 24 કલાક આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
અલવરની રહેવાસી છે અંજૂ
રાજસ્થાનના અલવર જિલ્લામાં પતિ અને બે બાળકો સાથે રહેતી અંજૂ નસરુલ્લાને મળવા માટે 'માન્ય પાકિસ્તાની વિઝા' પર પાકિસ્તાન ગઈ હતી. તેણે બધાને કહ્યું કે તે જયપુર જઈ રહી છે. પરંતુ પાછળથી ખૈબર પખ્તુનખ્વામાં નસરુલ્લા સાથેના અંજૂના વીડિયો, જે કદાચ પ્રી-વેડિંગ શૂટનો ભાગ હતા, વાયરલ થયા હતા. હવે વધુ એક વિડિયો સામે આવ્યો છે જેમાં દંપતી ડિનર માણતા હતા. આ ઘટના સીમા-સચિન લવ સ્ટોરીથી તદ્દન વિપરીત છે, જ્યાં એક પાકિસ્તાની મહિલા, સીમા હૈદર, ગ્રેટર નોઈડામાં સચિન સાથે રહેવા માટે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી હતી. સીમા નેપાળ દ્વારા વિઝા વિના ભારતમાં પ્રવેશી હતી, જ્યારે અંજુ વિઝા લઈને પાકિસ્તાનમાં પ્રવેશી હતી.
આ પણ વાંચોઃ કોરોના ફરીથી દુનિયામાં મચાવી શકે છે હાહાકાર, ઓમિક્રોનથી બમણો સંક્રમક વેરિએન્ટ મળ્યો
શું છે અંજૂ-નસરૂલ્લાહની કહાની?
અંજૂની નસરૂલ્લાહ સાથે મુલાકાત 2019માં ફેસબુક પર થઈ હતી. તે 20 જુલાઈએ ઘરેથી નિકળી અને તેના પતિને જણાવ્યું કે તે પોતાના મિત્રોને મળવા જયપુર જઈ રહી છે.
અંજૂના પતિ અરવિંદે કહ્યુ કે અંજૂનો ફોન આવ્યો કે તે લાહોરમાં છે અને થોડા દિવસમાં પરત આવી જશે. અરવિંદે કહ્યુ કે, તેને ખબર નથી કે અંજૂને વીઝા કઈ રીતે મળ્યા અને પાકિસ્તાન કેમ ગઈ છે.
નસરૂલ્લાહે કહ્યુ કે વીઝા સમાપ્ત થયા બાદ અંજૂ 20 ઓગસ્ટે ભારત પરત ફરશે.
આ પણ વાંચોઃ વધુ એક 'અંજુ' પાકિસ્તાન જતા બચી, ઓનલાઈન લવ સ્ટોરીનો આ રીતે આવ્યો અંત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube