નવી દિલ્હી: ચીન વિરૂદ્ધ હિંદુસ્તાનનું પરાક્રમ જોઇ પાકિસ્તાન (Pakistan) માં આજકાલ ભયનો માહોલ છે. પાકિસ્તાનને ભારતના હુમલાનો ડર સતાવી રહ્યો છે. જે ડરને ઇમરાન ખાન એકથી વધુ વાર પોતાના દેશની સામે કેમેરા પર બતાવી ચૂક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ જણાવ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત ચીન સાથે ચાલી રહેલા વિવાદથી વિપક્ષી દળોનું ધ્યાન હટાવવા માટે પાકિસ્તાન પર હુમલાનું કાવતરું રચી રહ્યા છે. 


તમને જણાવી દઇએ કે પાકિસ્તાન ગત વર્ષે બે વાર હિંદુસ્તાનનું પરાક્રમ જોઇ ચૂક્યા છે. 2016માં સર્જિકલ સ્ટ્રાઇક અને 2019માં પાકિસ્તાનની અંદર ઘૂસીને બાલાકોટમાં આતંકવાદી કેમ્પોની તબાહી પાકિસ્તાન હજુ સુધી ભૂલી ચૂક્યો નથી. 


આ વર્ષે સેનાને કાશ્મીરમાં 100થી વધુ આતંકવાદીને ઠાર માર્યા છે. પાકિસ્તાને મોકલેલા આતંકી કમાંડર એક-એક કરીને મૃત્યું પામી રહ્યા છે. પાકિસ્તાન આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવવા માટે વારંવાર સીઝફાયર તોડી રહ્યું છે. ભારતે તેને LoC પર જડબાતોડ જવાબ આપ્યો છે કે પાકિસ્તાન જાન્યુઆરીથી માંડીને અત્યાર સુધી પાકિસ્તાન 2050થી વધુ સીઝફાયર તોડી ચૂક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube