Pakistani girl KFC Food Delivery: લિંક્ડઇન (Linkedin) પર વાયરલ થયેલી એક કહાની લોકોના દિલને સ્પર્શી ગઇ. આ સ્ટોરી એક પાકિસ્તાની વિદ્યાર્થીની છે, જે ફેશન ડિઝાઇનમાં પોતાનું કેરિયર બનાવવા માંગતી હતી. લાહોરના યોહાનાબાદ (Youhanabad, Lahore) ની રહેવાસી મીરાબ (Meerab) નામની છોકરી એક મધ્યમવર્ગીય પરિવાર સાથે નાતો ધરાવે છે. જોકે, હજુ પણ ફેશન ડિઝાઇનીંગમાં સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરવા માટે અભ્યાસ કરી રહી છે. મીરાબે પહેલાંથી જ પોતાના પરિવારની જવાબદારી ઉપાડી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિવસે અભ્યાસ અને રાત્રે ફૂડ ડિલીવરીનું કામ કરે છે છોકરી
દિવસે મીરાબ કોલેજ જાય છે અને રાત્રે તે કેએફસી ડિલીવરી પર્સનના રૂપમાં કામ કરે છે. તેની કહાની એક મહિલા લિંક્ડઇન સભ્ય દ્વારા શેર કરવામાં આવી છે, જે મીરાબને તેના એક કેએફસી ટેકઅવે ઓર્ડરને રિસીવ કરતાં મળી હતી. ઓર્ડર આપનાર છોકરી ફોન પર એક મહિલાનો અવાજ સાંભળ્યા બાદ ઉત્સાહિત થઇ ગઇ કારણ કે તેના વિશે વધુ જાણવાની ઇચ્છા હતી. છોકરી અને તેના મિત્રોએ મીરાબની કહાની જાણવા માટે થોડી વાર માટે વાત કરવાનો નિર્ણય કર્યો. કથિત રીતે તેના શિક્ષણને એક સંગઠન દ્રારા નાણાકીય મદદ પુરી પાડવામાં આવે છે, પરંતુ તેને હજુ સુધી પોતાના કાર્ય માટે અને પોતાની માતાને મેડિકલ ખર્ચનો સપોર્ટ કરવામ આટે પૈસાની જરૂર હોય છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube