કરાચીની મુસ્લિમ યુવતીએ ભગવાન કૃષ્ણ માટે ગાયું `કન્હૈયા` ગીત, જુઓ વીડિયો
Muslim women Krishna song: સોશિયલ મીડિયા પર નીતનવા વીડિયો વાયરલ થતા રહે છે કેટલાક ડાન્સના તો કેટલાક કોઈની મદદના. અનેકવાર હિન્દુ મુસ્લિમ ભાઈચારાના વીડિયો પણ વાયરલ થાય છે. આવો જ એક વીડિયો હાલ પાકિસ્તાની યુવતીનો કૃષ્ણભક્તિ સંલગ્ન વાયરલ થઈ રહ્યો છે.
Karachi Muslim singer lord krishna Viral Video: થોડા દિવસ પહેલા ફરમાની નાઝ નામની મુસ્લિમ સિંગરે હર હર શંભુ નામનું ગીત ગાયું હતું. શિવભક્તિ ગીત બાદ દેશભરમાં છવાયેલી ફરમાન નાઝે આગામી સફરમાં હરે-હરે કૃષ્ણા પર આધારિત નઝ્મ દુનિયા સામે રજૂ કરી. ભગવાન કૃષ્ણની સ્તુતિમાં ફિલ્માંકન કરાયેલા ભજન બાદ તેને કરોડો લોકોનો પ્રેમ ળ્યો અને તે સેલિબ્રિટી સિંગરની જેમ લોકપ્રિય બની ગઈ. તેના વીડિયોએ સોશિયલ મીડિયાને હચમચાવી નાખ્યું હતું. જો કે તેમાંથી કેટલાક વીડિયો પર આપત્તિ પણ જતાવવામાં આવી હતી તો કેટલાકે આ વીડિયોના ખુબ વખાણ પણ કર્યા. જો કે હવે એક પાકિસ્તાનના કરાચીની મુસ્લિમ યુવતીએ રમજાનમાં ભગવાન કૃષ્ણની શાનમાં એક ભજન ગાયું છે જે ખુબ વાયરલ થઈ રહ્યું છે.
કરાચીની કૃષ્ણભક્ત વજીહા અતહર!
આમ તો જાણીતા શાયર અલ્લામા ઈકબાલે રામના નામે એક નઝ્મ 'એમામ એ હિંદ રામ' લખીને ગંગા જમુની તહઝીબનો પરિચય આપ્યો હતો. શાયર એ મશરિકે પોતાની નઝ્મમાં રામની કલ્પના ઈમામ સાથે કરી. ભગવાન કૃષ્ણને લઈને પણ ઘણા સૂફી સંતો સાહિત્ય લખીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી છે. આસ્થા અને પેશનના એક વધુ સારા તાલમેલની વાત કરીએ તો રમજાનના પવિત્ર મહિનામાં એક મુસ્લિમ યુવતીએ ભગવાન કૃષ્ણને સમર્પિત ખુબસુરત પંક્તિઓ ગાઈ છે. અત્રે જણાવવાનું કે વજીહા અતહર નકવીએ આ વીડિયોને રમજાન શરૂ થયાના એક દિવસ પહેલા સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. વજીહા અતહર નક્વી મૂળ પાકિસ્તાનના કરાચીની રહીશ છે અને હાલ તે લંડનમાં રહીને મ્યૂઝિકમાં પીએચડી કરે છે.
સોશિયલ મીડિયા પર હીટ થયો વીડિયો
પાકિસ્તાનના કરાચીની વજીહા અતહર નકવીએ 19મી સદીના ભારતના હૈદરાબાદ સાથે તાલુક રાખનારા નવાબ સાદિક જંગ બહાદુર હિલ્મના મશહૂર કલામ 'કન્હૈયા' ગાયું છે. આ વિશિષ્ટ ઠુમરી, કન્હૈયા યાદ હૈ, ની રચના ભક્તિ પરંપરામાં નવાબ સાદિક જંગ બહાદુર હિલ્મે 19મી સદીમાં કરી હતી. કૃષ્ણભક્તિમાં ડૂબેલી યુવતીએ નવાબ સાદિક જંગ બહાદુર હિલ્મનું મૂળ દીવાન પણ રજૂ કર્યું છે. તે પાતાના સિંગિંગમાં ખોવાઈને ભગવાનની સ્તુતિ કરી રહી છે. તેના વીડિયોમાં નવાબની તસવીર પણ જોવા મળી રહી ચે. યુવતી એક જૂના પુસ્તકમાંથી ગીત વાંચી રહી છે જે ઉર્દુમાં છે.
ઈન્દોર મંદિર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 35 લોકોના મોત, સેનાએ સંભાળ્યો મોરચો
H-1B વિઝા ધારકોના પાર્ટનર અમેરિકામાં કામ કરી શકશે, US કોર્ટનો મોટો નિર્ણય
ગજબ! 3 યુવક એકબીજાના પ્રેમમાં ગળાડૂબ, કરવા માંગે છે લગ્ન, Photos જોઈને દંગ રહી જશો
કૃષ્ણ માટે ગાયું સૌભાગ્ય
નકવીએ એક યૂઝરને જવાબ આપતા કહ્યું કે કન્હૈયા ભગવાન કૃષ્ણને સમર્પિત ગીત છે. તે આપણા માટે પયગંભરની જેમ છે. જેમ કે દક્ષિણ એશિયાના ઈન્ડો-ફારસી સાહિત્યિક પરંપરામાં તેમના વિશે લખ્યું અને બતાવ્યું છે. મને પહેલીવાર તેને શીખવાનું અને ગાવાનું સૌભાગ્ય મળ્યું.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube