લાહોર: પાકિસ્તાનના એક અધિકારીએ પોતાની હરકતથી પોતાના જ દેશનું માથું નમાવી દીધુ છે. વાતજાણે એમ હતી કે સરકારી અધિકારી એક ઉચ્ચસ્તરની મીટિંગ દરમિયાન ચોરી કરતા પકડાયા છે. આ અધિકારી કોઈ મામૂલી અધિકારી નહતાં. ચોરી કરનાર અધિકારી જરાર હૈદર ખાન ઉપ સચિવ છે. ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ વીડિયોને પાકિસ્તાનના એક પત્રકારે શેર કરી છે. ત્યારબાદથી આ વીડિયો સમગ્ર પાકિસ્તાનની સાથે દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આવો તમને જણાવીએ કે પાકિસ્તાનમાં આ ઘટના ક્યારે ઘટી...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુવૈતનું એક પ્રતિનિધિમંડળ શુક્રવારે બે દિવસના પાકિસ્તાન પ્રવાસે આવ્યું હતું. આ પ્રતિનિધિ મંડળની પાકિસ્તાનના અધિકારીઓ સાથે મીટિંગ થઈ. એક લાંબા પહોળા હોલમાં લંચબ્રેક દરમિયાન કુવૈતના એક પ્રતિનિધિ પોતાનું પર્સ ટેબલ પર જ ભૂલી ગયા હતાં. આ દરમિયાન ત્યાં હાજર પાકિસ્તાની અધિકારીએ તે પર્સની ચોરી કરીને પોતાના પોકેટમાં રાખ્યું. જો કે તેઓ એ ભૂલી ગયા કે તેની આ ચોરી ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. 



જરદાર હૈદર ખાન જ્યારે ટેબલ પરથી પર્સ ચોરી કરી રહ્યાં હતાં ત્યારે કદાચ તેમને એ ખબર નહતી કે તેમની આ હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ રહી છે. પર્સ ચોરી થયા બાદ કુવૈતના પ્રતિનિધિએ આ ઘટનાની ફરિયાદ પણ કરી હતી. તપાસ કરતા માલુમ પડ્યું કે પર્સની ચોરી જરાર હૈદર ખાને કરી હતી. 


સીસીટીવીમાંથી પુરાવા મળ્યા બાદ પાકિસ્તાનના આ અધિકારીને પોલીસે કસ્ટડીમાં લીધો છે. પાકિસ્તાનના અધિકારીઓનું કહેવું છે કે આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. દોષિત અધિકારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બીજી બાજુ પાકિસ્તાન ફાઈનાન્સ મિનિસ્ટ્રી તરફથી નિવેદન આવ્યું છે કે અમે આ ઘટનાને લઈને સ્તબ્ધ છીએ. બેઠકમાં સામેલ થવા આવેલા કુવૈતના ડેલિગેશનના લોકો આ અધિકારીની હરકતને લઈને સ્તબ્ધ છે.