નવી દિલ્હી : પાકિસ્તાનનાં બે મોટા રાજકીય દળોએ કહ્યું કે, તે બંન્ને સંયુક્ત રીતે ઇમરાન ખાનની તાજપોશીને પડકારશે. તેઓ પાકિસ્તાન તહરીક એ ઇન્સાફના વડા ઇમરાન ખાનની વિરુદ્ધ સંસદમાં ગઠબંધન ઉમેદવારને ઉભો કરશે. આ ગઠબંધનને ઘણી નાનકડી પાર્ટીઓનું સમર્થન પ્રાપ્ત છે. જો કે તે એટલું સરળ નહી હોય કારણ કે પીટીઆઇને સામાન્ય ચૂંટણીમાં 272માંથી 116 સીટો મળી છે. ઇમરાન ખાન 11 ઓગષ્ટે શપથગ્રહણ કરવાના છે. માનવામાં આવી રહ્યુ છે કે, ઇમરાન નાના દળો અને અપક્ષ ઉમેદવારોની મદદથી સરકાર બનાવવા માટે જરૂરી બહુમતી પ્રાપ્ત કરી લેશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે મુખ્ય વિરોધી દળોએ લગાવ્યો આરોપ
મીડિયા રિપોર્ટ અનુસાર બે મુખ્ય વિરોધી દળોએ આરોપ લગાવ્યો કે, પાકિસ્તાન સેનાએ 25 જુલાઇના રોજ થયેલ ચૂંટણીમાં હસ્તક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, તેઓ નાના દલોની સાથે મળીને ઇમરાન ખાનની વિરુદ્ધ મતદાન કરશે. પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)ના નેતા મરિયમ ઓરંગઝેબે કહ્યું કે, આ એખ ગઠબંધન છે જે ગોટાળાથી ચૂંટાયેલા નેતાની વિરુદ્ધ બન્યું છે. જો કે આ ગઠબંધન પાસે ઇમરાન ખાનને હરાવવા લાયક આંકડો નથી. 

કઇ પાર્ટીઓએ બનાવ્યું છે ગઠબંધન
પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) અને પીએમએલ-એન અને અન્ય કેટલાક નાના દળોએ ઇમરાન ખાનની વિરુદ્ધ આ ગઠબંધન બનાવ્યું છે. તેને ઓલ પાર્ટી કોન્ફરન્સ નામ આપવામાં આવ્યું છે. પીએમએલ-એન અને પીપીપી ઘણી વાર પાકિસ્તાનમાં સત્તારૂઢ થઇ ચુક્યા છે. 

કેટલી સીટો જોઇએ સરકાર બનાવવા માટે
પાકિસ્તાનમાં 25 જુલાઇ 2018ના રોજ થયેલ સામાન્ય ચૂંટણીમાં 65 વર્ષીય ખાનના નેતૃત્વવાળી પાકિસ્તાન તહરીક એ ઇન્સાફ (પીટીઆઇ) સૌથી મોટી પાર્ટી સ્વરૂપે ઉભરી. જો કે પીટીઆઇ પાસે હાલ પણ સરકાર બનાવવા માટે આંકડો નથી. પાકિસ્તાનની 342 સીટોની નેશનલ એસેમ્બલીમાં 272 સીટો પર પ્રત્યક્ષ ચૂંટણી થાય છે, જો કે ચૂંટાયેલા 272 સભ્યોમાંથી સરકાર બનાવવા માટે 137 સીટો જ જોઇએ. 60 સીટો મહિલાઓ માટે જ્યારે 10 સીટો ધાર્મિક લઘુમતી માટે અનામત હોય છે.