ઇસ્લામાબાદ : કોરોના સંકટને પાર પાડવા માટે સંપુર્ણ નિષ્ફળ સાબિત થયેલા પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાને પોતાની મીડિયા ટીમને ફરીથી બદલી દીધી છે. તેની પાછળ કદાચ ઇમરાન ખાનની વિચારસરણી છે કે નવી ટીમ મીડિયામાં થઇ રહેલી ટીકાઓ પર અંકુશ લગાવવામાં સફળ રહેશે અને તેના વિરોધીઓને ચુપ કરાવવા માટેની તક મળશે. જો કે તેની સંભાવના ઘણી ઓછી છે, કારણ કે પાકિસ્તાની નાગરિકો પોતાનાં વઝીર એ આલાની બિનજવાબદાર કાર્યશૈલીથી પરેશાન થઇ ચુક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનોખા લગ્ન:  વર એકલો પહોંચ્યો લગ્ન કરવા, બચેલા પૈસાને CM કેર ફંડમા દાન આપી દીધા

પાકિસ્તાનમાં કોરોનાની સ્પિડ ઘટવાનાં બદલે વધતી જઇ રહી છે અને તેના માટે પુર્ણ રીતે વડાપ્રધાન ઇમરાન ખાનને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે. ઇમરાને શરૂઆતમાં કોરોનાના સંકટને ખુબ જ હળવાશથી લીધું હતું. હવે સ્થિતી બેકાબુ થઇ ચુકી છે. ત્યારે હવે શું કરવું જોઇએ તે સમજી નથી શકતા. ત્યારે તેઓ ક્યારે ભારત રાગ આલાપે છે, જેથી વિરોધીઓ તેની સાથે ઉભા રહે. તો ક્યારે મીડિયાની ટિકા કરવા મુદ્દે અંકુશની ચાલ ચાલે છે હાલનાં નિર્ણયો મીડિયાને કંટ્રોલ કરવાના હિસ્સો છે. 


કોરોના અંગે IIT જોધપુરનું મહત્વનું સંશોધન, અમેરિકાએ પણ પકડ્યાં કાન સંશોધનને પ્રકાશિત કર્યું

વડાપ્રધાન ખાને સેનેટર શિબલી ફરાઝને દેશનાં નવા માહિતી અને પ્રસારણ મંત્રી નિયુક્ત કર્યા છે. ફરાખ પ્રખ્યાત ઉર્દુ શાયર અહેમદ ફરાઝનાં પુત્ર છે. માહિતી અને પ્રસારણ માટે વડાપ્રધાનના વિશેષ સહાયક ડો. ફિરદૌસ આશિક અવનને પ હટાવી દેવામાં આવ્યા અને તેમના બદલે પૂર્વ સૈન્ય પ્રવક્તા લેફ્ટિનેંટ જનરલ અસીમ સલીમ બાજવાને નિયુક્ત કરવામાં આવ્યા છે. ફિરદોસને મંત્રીમંડળમાં પરિવર્તન બાદ 18 એપ્રીલ, 2019ના રોજ SAPM નિયુક્ત કરવામાં આવ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube