લાહોર: પાકિસ્તાનની લાહોર યુનિવર્સિટીએ પોતાના એક વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીને એટલા માટે તગેડી મૂક્યા કારણ કે વિદ્યાર્થીએ ખુલ્લેઆમ ઘૂંટણિયે બેસીને સાથી વિદ્યાર્થીનીને ફૂલ આપ્યા અને પછી તે વિદ્યાર્થીનીને ભેટી પડ્યો. હકીકતમાં કેમ્પસની અંદર આ રીતે ભેટવું અને પ્રેમ પ્રસ્તાવનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ યુનિવર્સિટી પ્રશાસને કાર્યવાહી કરતા બંને વિદ્યાર્થીઓને કાઢી મૂક્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડિસિપ્લિનરી કમિટીનો નિર્ણય
લાહોર યુનિવર્સિટીની વિશેષ અનુશાસન સમિતિએ શુક્રવારે બેઠક કરીને બંને વિદ્યાર્થીઓને તલબ કર્યા હતા. પરંતુ બંને બોલાવવા છતાં ત્યાં પહોંચ્યા નહીં અને સમિતિએ નિર્ણયની જાહેરાત કરી. યુનિવર્સિટીના અધિકૃત નિવેદનમાં સમિતિનો વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીના યુનિવર્સિટીમાંથી કાઢી મૂકવાનો અને બંનેના પરિસરમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયને શેર કર્યો છે. યુનિવર્સિટી પ્રશાસન તરફથી કહેવાયું છે કે બંને વિદ્યાર્થીએ ખોટો વ્યવહાર કર્યો છે અને યુનિવર્સિટીના નિયમોનો ભંગ કર્યો છે. 


ટોપ સર્ચમાં હતો વીડિયો
પ્રેમ પ્રસ્તાવનો આ વીડિયો ટ્વિટર પર ખુબ ચાલ્યો અને ગત ગુરુવારે તે સોશિયલ મીડિયામાં ટોપ સર્ચમાં હતો. વાયરલ વીડિયોમાં છોકરી ઘૂંટણિયે જમીન પર બેઠી હતી અને હાથમાં ફૂલોનો ગુલદસ્તો લઈને છોકરાને પ્રેમ પ્રસ્તાવ આપે છે. છોકરો આ ગુલદસ્તો લઈ લે છે અને છોકરીને ભેટી પડે છે. આસપાસ રહેલા વિદ્યાર્થીઓ બંનેના હોસલાને વધારી રહેલા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ યુનિવર્સિટીએ આ નિર્ણય લીધો છે. 


Canada ના રસ્તાઓ પર લાગ્યા PM Modi ના મોટા પોસ્ટર, જાણો કેમ ખોબલે ખોબલે થઈ રહ્યા છે વખાણ


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube