ફૈસલાબાદઃ પાકિસ્તાનની મહિલાઓને લગ્નના નામે ચીનના લોકો સાથે પરણાવીને વેચી નાખવાની અને પછી તેમને ચીનમાં લઈ જઈને વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવાનું એક કૌભાંડ બહાર આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી આ કૌભાંડ ચાલતું હતું. તાજેતરમાં જ નતાશા મસીહ (19 વર્ષ)ની યુવતીએ જ્યારે મીડિયામાં તેની આપવીતી સંભળાવી ત્યારે દેશમાં ચાલી રહેલા આ સમગ્ર કૌભાંડ પરથી પડદો ઊંચકાઈ ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ યુવતીએ પોતાના લગ્નનું પ્રમાણપત્ર દર્શાવતા કહ્યું કે, ના પરિવારે એક ચીની વ્યક્તિ સાથે તેના લગ્ન કરાવ્યા હતા, પાછળથી તેને ખબર પડી કે પરિવારે ચીની વ્યક્તિ સાથે લગ્નના નામે તેને વેચી મારી હતી. તેનો પતિ તેના પર શારીરિક અને માનસિક અત્યાચાર ગુજારતો હતો. આખરે જ્યારે તે અત્યાચાર સહન કરીને તુટી ગઈ ત્યારે તેણે પોતાની માતાને પોતાની આપવીતી જણાવી અને તેને ઘરે પાછી બોલાવી લેવા માટે વિનંતી કરી હતી. 


નતાશાએ જણાવ્યું કે, લગ્ન કરીને લઈ ગયા પછી તેના પતિએ તેને ચીનના કોઈ એક શહેરમાં એક હોટલમાં છુપાવી દીધી હતી. છેલ્લા કેટલાક અઠવાડિયાથી તે દરરોજ નવા-નવા પુરુષોને લઈને આવતો હતો અને તેમની સાથે જાતીય સંબંધ બાંધવા માટે તેને મજબૂર કરતો હતો. યુવતીએ કહ્યું કે, તેના પતિએ તેને જણાવ્યું હતું કે, "મેં તને પાકિસ્તાનમાં ખરીદી છે. તું મારી છે. હવે તું મારી સંપત્તી છે."  


પાકિસ્તાને 8 જ મહિનામાં મુનીરને હટાવી કટ્ટરપંથી અધિકારીને બનાવ્યાં ISIના નવા પ્રમુખ 


PAK ટીમ હારતા પાકિસ્તાની ચાહક ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો, બોલ્યો-'આ લોકો પિઝા અને...'જુઓ VIDEO 


પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે, ચીનમાં અનેક મહિલાઓને વેશ્યાવૃત્તિ માટે મજબૂર કરવામાં આવી રહી છે. પાકિસ્તાનની સંઘીય તપાસ એજન્સીએ પણ છેલ્લા એક મહિનામાં અનેક જગ્યાએ દરોડા પાડીને કેટલાક લોકોની ધરપકડ કરી છે, જેમાં આ સમગ્ર નેટવર્ક ચાલતું હોવાનું બહાર આવ્યું છે. પરિવારને એવી લાલચ આપવામાં આવે છે કે, તેમની દિકરીઓનાં લગ્ન ચીનના સારા વ્યવસાયી સાથે કરવામાં આવશે અને તેમનું જીવન સુધરી જશે. 


જૂઓ LIVE TV....


દુનિયાના વધુ સમાચાર જાણવા માટે અહીં કરો ક્લિક....