હવે PAK સેના પ્રમુખની પોકળ ધમકી, `ભારતે જે કર્યું તે અમારા માટે પડકાર, અમે કોઈ પણ હદ પાર કરવા તૈયાર`
જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદથી પાકિસ્તાન રાતુપીળું થઈ ગયું છે. રોજે રોજ પાકિસ્તાનના નેતાઓ અને સેનાના અધિકારીઓ આડેધડ નિવેદનો અને ભારતને પોકળ ધમકીઓ આપી રહ્યાં છે. હવે પાકિસ્તાનના સેના પ્રમુખ કમર જાવેદ બાજવાનું નામ પણ આ યાદીમાં આવી ગયું છે. પાક સેના પ્રમુખે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. તેમણે કહ્યું કે અમે છેલ્લી ગોળી, છેલ્લા સિપાઈ, છેલ્લા શ્વાસ સુધી દરેક ફરજ નીભાવવા તૈયાર છીએ. તેમણે તો એટલે સુદ્ધા કહી દીધુ કે અમે દરેક પ્રકારની કુરબાની આપવા તૈયાર છીએ. દરેક હદ સુધી જવા તૈયાર છીએ.
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદથી પાકિસ્તાન રાતુપીળું થઈ ગયું છે. રોજે રોજ પાકિસ્તાનના નેતાઓ અને સેનાના અધિકારીઓ આડેધડ નિવેદનો અને ભારતને પોકળ ધમકીઓ આપી રહ્યાં છે. હવે પાકિસ્તાનના સેના પ્રમુખ કમર જાવેદ બાજવાનું નામ પણ આ યાદીમાં આવી ગયું છે. પાક સેના પ્રમુખે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. તેમણે કહ્યું કે અમે છેલ્લી ગોળી, છેલ્લા સિપાઈ, છેલ્લા શ્વાસ સુધી દરેક ફરજ નીભાવવા તૈયાર છીએ. તેમણે તો એટલે સુદ્ધા કહી દીધુ કે અમે દરેક પ્રકારની કુરબાની આપવા તૈયાર છીએ. દરેક હદ સુધી જવા તૈયાર છીએ.
રાવલપિંડીમાં જનરલ મુખ્યાલય(જીએચક્યુ)માં એક સમારોહને સંબોધન કરતા જનરલ બાજવાએ કહ્યું કે "આજનું કાશ્મીર હિન્દુત્વનો શિકાર છે, ઝુલ્મનો શિકાર છે, કાશ્મીર પાકનો એજન્ડા છે." તેમણે કહ્યું કે હાલની ભારત સરકારે જે કર્યું છે તે અમારા માટે ચેલેન્જ છે. પાકિસ્તાન ક્યારેય પણ કાશ્મીરીઓને એકલા છોડશે નહીં. અમે છેલ્લી ગોળી, છેલ્લા સિપાઈ, છેલ્લા શ્વાસ સુધી દરેક ફરજ નીભાવવા તૈયાર છીએ.
જુઓ LIVE TV