નવી દિલ્હી: ભારત વિરુદ્ધ સતત ષડયંત્ર રચતા પાકિસ્તાનનું બેવડું ચરિત્ર ફરી એકવાર સામે આવ્યું છે. એક બાજુ પાકિસ્તાન સતત શાંતિ અને સહયોગની અપીલ ભારત પાસે કરી રહ્યું છે અને બીજી બાજુ  એવી કોશિશ કરે છે કે જેનાથી ભારતીયોને પરેશાન કરી શકાય. આ વખતે પાકિસ્તાને યુરોપ અને અમેરિકામાં રહેતા ભારતીયોને હેરાનગતિ કરવાની ચાલ ચલી છે. આ ચાલ એવી છે કે જેનાથી યુરોપ અને અમેરિકામાં રહેતા ભારતીયો અને બિઝનેસ માટે ભારત આવનારા વિદેશી વેપારીઓની અવરજવર રોકી શકાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયુસેનાની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાનની ચાલ
ભારતીય વિમાન ક્ષેત્ર સંલગ્ન એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાં મુજબ પાકિસ્તાને પોતાની આ ચાલ પોતાના એરસ્પેસ દ્વારા ખેલી છે. ભારતીય વાયુસેનાના આતંકીઓ વિરુદ્ધ પાકિસ્તાનમાં કરાયેલી કાર્યવાહી બાદ પાકિસ્તાન ખુબ અકળાયેલું છે. 26 ફેબ્રુઆરી બાદથી પાકિસ્તાને એરસ્પેસ બંધ રાખી છે. 26 ફેબ્રુઆરીથી આજ સુધી કોઈ પણ બિન પાકિસ્તાની વિમાનને પાકિસ્તાનના એર સ્પેસમાંથી પસાર થવાની મંજૂરી અપાતી નથી. તેમણે જણાવ્યું કે એર સ્ટ્રાઈક બાદ ભારતે એક દિવસ પણ પોતાની એર સ્પેસ બંધ કરી નથી. જ્યારે પાકિસ્તાન દરરોજ પોતાના એર સ્પેસ ક્લોઝરના નોટમને વધારતું જાય છે. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...