ઇસ્લામાબાદ: પાકિસ્તાનમં સુપ્રીમ કોર્ટના ફેંસલા બાદ પણ રાજકીય નાટક અટકવાનું નામ લઇ રહ્યું છે. ગુરૂવારે સાંજે જ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે સંસદ ફરીથી બહાલ કરવામાં આવે અને અવિશ્વાસ પ્રસ્તાવને માન્ય કરીને વોટીંગ કરવામાં આવે. એવામાં પીએમ ઇમરાન ખાને વધુ એક સ્ટંટ ચાલતાં જનતાને સંબોધિત કરવાનો નિર્ણય કર્યો છે. માનવામાં આવી રહ્યું ચેહ કે જનતાને સંબોધિત કરતાં પાક પીએમ ઇમરાન ખાન રાજીનામું આપી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇમરાન માટે પડકાર છે ફ્લોર ટેસ્ટ
રાજકીય જાણકારોનું એ પણ કહેવું છે કે પાકિસ્તાનમાં જો શુક્રવારે ઇમરાન ખાને રાજીનામું આપી દીધું નહી તો શનિવારે તેમની સરકાર ધરાશાયી થઇ જશે. જોકે શનિવારે પાકિસ્તાનમાં ફ્લોર ટેસ્ટ થવાનો છે અને તેને પાસ કરવો ઇમરાન ખાન માટે મુશ્કેલ લાગી રહ્યો છે. 


સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું ગેરકાયદેસર
તમને જણાવી દઇએ કે સુપ્રીમ કોર્ટે પાકિસ્તાનની નેશનલ એસેંબલીને ભંગ કરવાને ગેરકાનૂની ગણાવ્યું હતું. કોર્ટે મોડી સાંજે ચૂકાદો સંભળાવતા કહ્યું હતું કે ડેપ્યુટી સ્પીકરે અવિશ્વાસ પ્રસ્તાવ ખોટી રીતે નકારી કાઢ્યો અને આદેશ કર્યો કે 9 એપ્રિલના રોજ સંસદનું સત્ર બોલાવવામાં આવે અને મતદાન કરવામાં આવે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube