મુસ્લિમ બહુમતીવાળા આ દેશે ગાંધીજીના મૂલ્યોના સન્માનમાં ટપાલ ટિકિટ બહાર પાડી
મુસ્લિમ બહુમતીવાળા પેલેસ્ટાઈન દેશે મંગળવારે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીના અવસરે ગાંધીનો વારસો અને મૂલ્યોના સન્માનમાં ટપાલ ટિકિટ બહાર પાડી.
રામલ્લા: મુસ્લિમ બહુમતીવાળા પેલેસ્ટાઈન દેશે મંગળવારે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીના અવસરે ગાંધીનો વારસો અને મૂલ્યોના સન્માનમાં ટપાલ ટિકિટ બહાર પાડી. પેલેસ્ટાઈન ઓથોરિટી (પીએ)ના દૂરસંચાર અને સૂચના ટેક્નોલોજી મંત્રી ઈસહાક સેદેરે અહીં મંત્રાલયમાં આયોજિત એક સમારંભમાં ભારતના પ્રતિનિધિ સુનિલકુમારની હાજરીમાં આ ટિકિટ બહાર પાડી હતી.
સેદેરે કહ્યું કે ગાંધીજીની યાદમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે. જેમના વારસા અને મૂલ્યોએ માનવતાને રસ્તો દેખાડવાનું કામ કર્યું છે અને આગળ પણ કરતા રહેશે. સુનિલકુમારે આ અવસરે કહ્યું કે રાષ્ટ્રપિતાને સન્માનિત કરવાનું આ પગલું ભારત અને પેલેસ્ટાઈન વચ્ચે મજબુત ઐતિહાસિક, રાજકીય અને સાંસ્કૃતિક સંબંધ દર્શાવે છે. (ગાંધીજીના અમૂલ્ય 10 વિચાર... જાણો)