કોરોનાથી દુનિયામાં ડર, 135 દેશોમાં પહોંચ્યો વાયરસ, સીલ થઈ રહી છે સરહદો, યૂએને આપ્યો આ આદેશ
ચીનની બહાર કોરોના વાયરસથી ઇટાલી અને ઈરાનમાં સ્થિતિ ગંભીર છે. જ્યારે યૂરોપમાં ઇટાલી બાદ સ્પેન, ફ્રાન્સ, સ્વિત્ઝર્લેન્ડ, બ્રિટન અને નેધરલેન્ડ પણ વધુ પ્રભાવિત છે. તેવામાં આ પ્રકોપ પર અંકુશ લગાવવાના પ્રયાસમાં ઘણા દેશ આકરા પગલાં ભરવા મજબૂત થઈ રહ્યાં છે.
બેઇજિંગઃ ચીનના વુહાન શહેરથી ફેલાયેલા કોરોના વાયરસના પ્રકોપથી વિશ્વભરમાં ડરનો માહોલ છે. તેને રોકવાના પ્રયાસમાં સરહદોને સીલ કરવાથી લઈને અવર-જવર પર પ્રતિબંધ લગાવવા મોટા પગલાં ભરવામાં આવી રહ્યાં છે. ચીનમાં પરંતુ આ જીવલેણ વાયરસના મામલામાં ઘટાડો થયો છે, પરંતુ હવે યૂરોપ તેનું કેન્દ્ર બની ગયું છે. વિશ્વભરમાં અત્યાર સુધી એક લાખ 46 હજાર લોકોને તેનો ચેપ લાગ્યો છે અને આશરે 5,500 લોકોએ જીવ ગુમાવ્યો છે. વૈશ્વિક મહામારી જાહેર થઈ ચુકેલા કોરોના વાયરસ લગભગ 135 દેશોમાં પહોંચી ચુક્યો છે.
સીલ થઈ રહી છે સરહદો
ચીનની બહાર કોરોના વાયરસથી ઇટાલી અને ઈરાનમાં સ્થિતિ ગંભીર છે. જ્યારે યૂરોપમાં ઇટાલી બાદ સ્પેન, ફ્રાન્સ, સ્વિત્ઝર્લેન્ડ, બ્રિટન અને નેધરલેન્ડ પણ વધુ પ્રભાવિત છે. તેવામાં આ પ્રકોપ પર અંકુશ લગાવવાના પ્રયાસમાં ઘણા દેશ આકરા પગલાં ભરવા મજબૂત થઈ રહ્યાં છે. કોલંબિયાએ કહ્યું કે, તે વેનેજુએલા સાથે લાગતી પોતાના સરહદ બંધ કરી દેશે. યૂરોપ અને એશિયાથી આવનાર પર પ્રતિબંધ લગાવવામાં આવશે. અમેરિકાએ શુક્રવારે મધ્યરાત્રીએ યૂરોપીય દેશોના નાગરિકોને આવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. તાઇવાને યૂરોપથી આવતા લોકો માટે 14 દિવસનું આઇસોલેશન ફરજીયાત કરી દીધું છે.
ઈરાનમાં એક દિવસમાં 97 મોત
ન્યૂઝીલેન્ડે પણ આ પ્રકારના પગલાં ભર્યા છે. આ દેશે 30 જૂન સુધી ક્રૂઝ જહાજોના આવવા પર પ્રતિબંધ લગાવ્યો છે. ચિલીના રાષ્ટ્રપતિએ સેબેસ્ટિયન પિંનેરાએ 500થી વધુ લોકો ભેગા થાય તેવા કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઓસ્ટ્રેલિયાએ પણ ચેપનો સ્ત્રોત મનાતા મોટા કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. ઈરાનના સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું કે, દેશમાં કોરોના વાયરસથી 97 લોકોના જીવ ગયા છે. એક દિવસમાં આ સર્વાધિક મોત છે. તેને લઈને મૃત્યુ પામનારની સંખ્યા વધીને 611 થઈ ગઈ છે. અત્યાર સુધી 12729 લોકોમાં ચેપની પુષ્ટિ થઈ છે.
નેપાળે પણ લગાવ્યો વિદેશીઓના પ્રવેશ પર પ્રતિબંધ
કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને નેપાળે પણ વિદેશીઓના પ્રવેશ પર સંપૂર્ણ પણે પ્રતિબંધ લગાવી દીધો છે. હાલમાં પ્રતિબંધ 30 માર્ચ સુધી છે. નેપાળના આ પગલાં બાદ ભારત-નેપાળ સરહદ વિદેશીઓ માટે સીલ કરવામાં આવી છે. ભારતીય નાગરિકોને પ્રતિબંધથી મુક્ત રાખ્યા છે. નેપાળના બેલહિયા સ્થિત ઇમિગ્રેશન અધિકારી ગિરિરાજ ખનાલે જણાવ્યું કે, 30 માર્ચ સુધી નેપાળમાં ભારતીયોને છોડી અન્ય વિદેશી નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંદનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
વિશ્વની આ સ્થિતિ
- પાકિસ્તાને અફઘાનિસ્તાન અને ઈરાન સાથે લાગતી સરહદો બંધ કરી, તમામ મોટા કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવ્યો.
- સાઉદી અરબે કહ્યું, તે ચેપને રોકવાના પ્રયાસમાં રવિવારથી તમામ આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધ લગાવશે.
- ફિલીપીન્સે રાતમાં કર્ફ્યૂ લગાવવા અને શોપિંગ મોલને એક મહિના સુધી બંધ કરવાની કરી તૈયારી
- ઇટાલીમાં પ્લેગ્રાઉન્ડ અને પાર્ક પણ બંધ કરવામાં આવ્યા, વેપાર, સિનેમા, પબ, રેસ્ટોરન્ટ, મ્યુઝિયમ તો પહેલાથી બંધ
- વિયતનામ યૂરોપથી આવનારા યાત્રીકો પર પ્રતિબંધ લગાવશે અને રવિવારથી ટૂરિસ્ટ વિઝા જારી નહીં કરે.
- ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં બે સપ્તાહ માટે શાળા બંધ
- નાર્વોએ પોતાના નાગરિકોને એક મહિનો સુધી વિદેશ પ્રવાસ ન કરવાનું કહ્યું
- રૂસની રાજધાની મોસ્કોમાં સોમવારે શાળામાં વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત કરવાનું કહ્યું છે.
બ્રિટનમાં સ્થાનિક ચૂંટણી સ્થતિ
બ્રિટિશ સરકારે સાત મેએ યોજાનારી સ્થાનિક અને મેયર પદ્દોની ચૂંટણીને સ્થગિત કરી છે. કોરોના વાયરસ પર અંકુશ લગાવવાના પ્રયાસમાં આગામી સપ્તાહથી ભીડ વાળા કાર્યક્રમો પર પ્રતિબંધ સહિત અન્ય પગલાં ભરવાની તૈયારી કરવામાં આવી રહી છે.
યૂએન મુખ્યાલયનો સ્ટાફ ઘરેથી કામ કરેઃ ગુતેરસ
સંયુક્ત રાષ્ટ્ર (યૂએન) મહાસચિવ એન્ટિયો ગુતેરસે મુખ્યાલયના તમામ સ્ટાફને આદેશ આપ્યો છે કે તે ટેલીફોન, ઈન્ટરનેટ કે ઈમેલ દ્વારા તમામ બિનજરૂરી કામ ઘરેથી કરે. યૂએનના એક રાજદ્વારીમાં કોરોના વાયરસની પુષ્ટિ થયા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે.
સૌથી પ્રભાવિત દેશ
દેશ - મૃત્યુ - ચેપગ્રસ્ત
ચાઇના - 3189 - 80,824
ઇટાલી - 1266 - 17,660
ઇરાન - 611 - 12,729
સ્પેન - 129 - 5232
દક્ષિણ કોરિયા - 72 - 8086
ફ્રાન્સ - 79 - 3661
અમેરિકા - 47 - 2287
જાપાન - 28 - 1423
બ્રિટન - 11 - 798
નેધરલેન્ડ્ઝ -10 -904
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube