નવી દિલ્હી: પંજશીર ઘાટીમાં કબજો જમાવવાની દરેક શક્ય કોશિશ કરી રહેલા તાલિબાનને પાકિસ્તાનનો ભરપૂર સાથ મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ પંજશીરમાં પાકિસ્તાની એરફોર્સ દ્વારા ડ્રોન હુમલો થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અફઘાનિસ્તાનના પૂર્વ સાંસદે આ દાવો કર્યો છે. આ હુમલામાં મોડી રાતે National Resistance Force ના પ્રવક્તા અને અહમદ મસૂદના નીકટના ફહીમ દશ્તી અને અહમદ મસૂદના સંબંધી જનરલ અબ્દુલ વાદુદના મોત થયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાની એરફોર્સે કરી મદદ!
અફઘાનિસ્તાનના પૂર્વ સાંસદ જિયા આર્યનીજહાદ અને સ્વિટ્ઝરલેન્ડ સ્થિત અફઘાન દૂતાવાસના રાજદૂત તથા સંયુક્ત રાષ્ટ્રમાં અફઘાનિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ નાસિર અહમદ અંદિશાના જણાવ્યાં મુજબ પંજશીરમાં પાકિસ્તાન એરફોર્સના ડ્રોન અને હેલિકોપ્ટર હુમલામાં ફહીમ દશ્તી અને અહમદ મસૂદના જીવ ગયા છે. 


Afghanistan: તાલિબાન સાથે બાથ ભીડી રહેલા અહમદ મસૂદને મોટો ઝટકો, લડાઈમાં ફહીમ દશ્તીનો જીવ ગયો


અફઘાન મીડિયાનો દાવો
અફઘાન મીડિયાનું એક ગ્રુપ આ હુમલા બાદ અફઘાનિસ્તાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહ અને નેશનલ રેઝિસ્ટન્સ ફોર્સના કમાન્ડર અહમદ મસૂદના અફઘાનિસ્તાન છોડીને તાઝિકિસ્તાન ભાગવાની વાત કરી રહ્યું છે. જ્યારે બીજી બાજુ અફઘાન મીડિયાનું બીજું જૂથ નેશનલ રેઝિસ્ટન્સ ફોર્સના હવાલે આ દાવાને ફગાવી રહ્યું છે અને કહે છે કે અહમદ મસૂદ અને અમરુલ્લાહ સાલેહ બંને હાલ પંજશીરમાં જ કોઈ ગુપ્ત સ્થળે છૂપાયેલા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube