Papua New Guinea માં ભયંકર ભૂકંપથી ભય, 7.7 ની તીવ્રતાથી ધ્રૂજી ધરા
Papua New Guinea: મીડિયા રિપોર્ટ્સ અનુસાર પહેલાં થોડી સેકન્ડ હળવા આંચકા અનુભવાયા હતા અને પછી ભારે ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર રાજધાની પોર્ટ માર્સથી 60 કિમી દૂર રહ્યું. સૌથી વધુ વસ્તીવાળો વિસ્તર અહીં કાયનાન્યૂ છે.
Papua New Guinea: પાપુઆ ન્યૂ ગિની (Papua New Guinea) માં ભૂકંપ (Earthquake) ભારે આંચકા અનુભવાયા છે. પાપુઆ ન્યૂ ગિનીના લાઇમાં 7.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપના ભાર આંચકાથી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. લોકો પોત પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. તમને જણાવી દઇએ કે ઇંડોનેશિયા પાસે પ્રશાંત મહાસાગર ક્ષેત્રનો આ દેશ છે પાપુઆ ન્યૂ ગિની. અત્યાર સુધી કોઇ હતાહતની જાણકારી નથી. જોકે મોતનો આંકડો સામે આવી શકે છે કારણ કે ભૂકંપની તીવ્રતા 7.7 માપવામાં આવી છે. જે સામાન્ય કરતાં વધુ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પહેલાં થોડી સેકન્ડ હળવા આંચકા અનુભવાયા હતા અને પછી ભારે ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર રાજધાની પોર્ટ માર્સથી 60 કિમી દૂર રહ્યું. સૌથી વધુ વસ્તીવાળો વિસ્તર અહીં કાયનાન્યૂ છે.
આટલી તીવ્રતા પહેલાં પણ આવ્યો હતો ભૂકંપ
સમાચાર લખાઇ રહ્યા છે કે ત્યાં સુધી નુકસાનની જોઇ જાણકારી મળી નથી. જોકે સમાચારો અનુસાર સ્થાનિક લોકોને ઉંચા સ્થળ પર જવા માટે કહેવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે અત્યારે સુનામી એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી. તમને જણાવી દઇએ કે આ ક્ષેત્રોમાં મોટાભાગે આટલી તીવ્રતાના ભૂકંપ આવે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube