નવી દિલ્હી: થોડા દિવસો પહેલાં ઇન્ટરનેટ સેંસેશન (Internet Sensation) તરીકે ઉભરેલી 'પાવરી ગર્લ' (Pawri Girl) ફરી એકવાર ચર્ચામાં છે. અમે વાત કરી રહ્યા છીએ પાકિસ્તાન (Pakistan)ની દાનાનીર મુબીન (Dananeer Mubeen) કરી, જે એક વીડીયોથી દુનિયાભરમાં છવાઇ ગઇ હતી. સોશિયલ મીડિયા (Social Media) પર ચોતરફ તેમની જ વાત થઇ રહી હતી અને જોત જોતાં તેમને સેલિબ્રિટીનું સ્ટેટસ પ્રાપ્ત થઇ ગયું હતું. પાવરી ગર્લ દાનાનીર મુબીન તે વાયરલ વીડિયો (Viral Video) બાદ હવે ફરીથી વાયરલ થઇ રહી છે. 


ફરી રોશન થઇ 'પાવરી ગર્લ'નું નામ
'પાવરી ગર્લ' દાનાનીર મુબીન (Pawri Girl Dananeer Mubeen) હાલ એક મોટા બ્રાંડની એડમાં જોવા મળી રહી છે. આજે એટલે કે 17 માર્ચ 2021ની સાંજે 7 વાગે સેમસંગ (Samsung) પોતાના ગેલેક્સી (Galaxy) સીરીઝની નવી પ્રોડક્ટ લોન્ચ કરવા જઇ રહી છે. દાનાનીર મુબીનએ પોતાના સોશિયલ મીડિયા  (Social Media) એકાઉન્ટ પર એક વીડિયો શેર કરી તેની જાણકારી આપી છે. સેમસંગ (Samsung) ની એડમાં જોવા મળનાર દાનાનીર માટે ખરેખર એક મોટી ઉપપબ્ધિ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube