વોશિંગ્ટન: અમેરિકામાં પે ટુ સ્ટે (pay to stay) વિઝા રેકેટનો પર્દાફાશ થયા બાદ અનેક ભારતીયો સહિત વિદેશીઓ પર તેમના દેશ પાછા મોકલી દેવાય તેવું જોખમ તોળાઈ રહ્યું છે. અમેરિકી અધિકારીઓએ ઓછામાં ઓછા 600 જેટલા પ્રવાસીઓને દેશમાં ગેરકાયદેસર રીતે રહેવામાં મદદ પહોંચાડવાના આરોપમાં આઠ લોકોની ધરપકડ કરી છે. મોડી રાતે અને વહેલી સવારે મારવામાં આવેલા દરોડામાં અમેરિકાના આઈસીસીએ આઠ વિદેશીઓની ધરપકડ  કરી છે. પકડાયેલા લોકો કાં તો ભારતીય નાગરિકો છે અથવા તો ભારતીય અમેરિકી છે. તેમના પર વિદેશી નાગરિકોને ડેટ્રોઈટ કે ફાર્મિંગ્ટન હિલ્સમાં એક ફેક યુનિવર્સિટીમાં પ્રવેશ અપાવવાનું કહીને  તેમને ગેરકાયદેસર અમેરિકામાં સ્થાયી થવામાં મદદ પહોંચાડવાનો આરોપ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોમલેન્ડ સુરક્ષાના વિશેષ તપાસ એજન્ટ એક ગુપ્ત અભિયાન હેઠળ ડેટ્રોઈટથી આ યુનિવર્સિટી ચલાવી રહ્યાં હતાં જેની ષડયંત્રકારોને ગંધ સુદ્ધા ન આવી. આ યુનિવર્સિટીની વેબસાઈટ પર ખાસ કરીને પ્રવેશના સંદર્ભમાં નાખવામાં આવેલી સૂચનાઓમાં અનેક ગડબડીવાળી માહિતી હતી. આ સાથે જ આઈસીઈએ આ ફેક યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓને અટકાયતમાં લેવાનું પણ શરૂ કરી દીધુ અને તેમને તેમના દેશ મોકલવાની પ્રક્રિયા શરૂ કરી દીધી. એક આઈસીસી અધિકારીએ જણાવ્યું કે ધરપકડ કરાયેલામાંથી મોટા ભાગના ભારતીયો છે. અધિકારીએ કહ્યું કે આઈસીઈની હોમલેન્ડ સિક્યુરિટી ઈન્વેસ્ટિગેશન્સના વિશેષ એજન્ટોએ આઠ લોકોની અમેરિકા વિદ્યાર્થી વિઝા વ્યવસ્થાના સંભવિત ભંગની તપાસ હેઠળ અપરાધિક આરોપોમાં ધરપકડ  કર્યા છે. 


ધરપકડ કરાયેલા લોકોની ઓળખ ભારત કાકીરેડ્ડી, સુરેશ કંડાલા, પાણિદીપ કર્નાટી, પ્રેમ રામપીસા, સંતોષ સામા, અવિનાશ થક્કલાપલ્લી, અશ્વંત નુણે અને નવીન પ્રતિપતિ તરીકે થઈ છે. તેમાંથી છને ડેટ્રોઈટ અને જ્યારે અન્ય બેની વર્જિનીયા અને ફ્લોરિડાથી ધરપકડ કરાઈ છે. બુધવારે એક સ્થાનિક કોર્ટમાં ખોલાયેલા અભ્યારોપણ  પત્ર મુજબ આ આઠ જણે ઓછામાં ઓછા 600 લોકોને અમેરિકામાં ગેરકાયદે સ્થાયી થવામાં મદદ પહોંચાડી છે. 


વિદેશના વધુ સમચારો વાંચવા માટે કરો ક્લિક...