નવી દિલ્લીઃ દુનિયામાં ઘણીવાર એવી વિચિત્ર અને અજીબો-ગરીબ ઘટનાઓ બનતી હોય છેકે, જોવા છતાં પણ આપણને વિશ્વાસ ન થાય. અને આવું કેમ બન્યું હશે તે વિચારવા છતાં પણ આપણને તેનો જવાબ ન મળે. આવી જ એક ઘટના પેમ્બ્રોકશાયર- વેલ્સમાં જોવા મળી. જેને નજરે જોનારા તો હજુ પણ ડરથી થથડી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેમ્બ્રોકશાયર- વેલ્સમાં વોટરસ્ટોનથી હેઝલબીચ વચ્ચેના રસ્તા પર એક ઘટના બની છે. જેણે દરેકને ચોંકાવી દીધા છે. પ્રત્યક્ષ ઘટના જોનારા લોકોએ જણાવ્યા અનુસાર-લોકોએ જોયું કે વેલ્સના રસ્તા પર ઘણા મૃત પક્ષીઓ રસ્તા પર મરેલા પડેલા છે. વેલ્સમાં અચાનક 200થી વધુ પક્ષીઓ રસ્તા પર મૃત હાલતમાં જોવા મળ્યા. રોડ પર કારમાં જતા લોકો પણ આ જોઈને દંગ રહી ગયા હતા. આશ્ચર્યની વાત એ છે કે આ અકસ્માત કેવી રીતે થયો તેની કોઈને ખબર નથી.


ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ વેલ્સના પેમ્બ્રોકશાયરમાં વોટરસ્ટોનથી હેઝલબીચ વચ્ચેના રસ્તા પર એક એવી ઘટના બની છે જેણે બધાને ચોંકાવી દીધા છે. લોકોના જણાવ્યા અનુસાર- તેણે જોયું કે વેલ્સમાં રસ્તા પર ઘણા મૃત પક્ષીઓ રસ્તા પર પડેલા છે. કેટલાક લોકોએ દાવો કર્યો છે કે, નજીકના ડ્રેગન LNG ગેસ કંપનીના પ્લાન્ટમાં લીક થવાને કારણે આવું થયું છે પરંતુ વેલ્સ ઓનલાઈનના અહેવાલ મુજબ દરેક જણ સંમત નથી.


વેલ્સ ઓનલાઈન સાથે વાત કરતા માઈકેલા પ્રિચર્ડ નામની મહિલાએ કહ્યું કે, તે રસ્તા પર પહોંચતા જ તેણે આ નજારો જોયો અને તે તરત જ ત્યાંથી નીકળી ગઈ હતી. કારણ કે તેને આ નજારો ખૂબ જ ડરામણો લાગ્યો. તેણે કહ્યું કે તે 8 વાગે ત્યાં પહોંચી ત્યાં સુધીમાં પક્ષી મરી ચૂક્યા હતા. બીજી તરફ ઈયાન મેકએફ્રે નામના વ્યક્તિએ જણાવ્યું કે, તેણે જોરદાર અવાજ સાંભળ્યો. જેના પછી આકાશમાંથી પક્ષીઓ પડવા લાગ્યા. તેણે કહ્યું કે, અવાજ વીજળી જેટલો મોટો નહોતો, પણ તેના જેવો જ હતો. અવાજની ક્ષણો પછી લગભગ 5 પક્ષીઓ તેની કારના બોનેટ પર અને 6 જેટલાં જમીન પર પડ્યાં.


ઘટના સ્થળની નજીક રહેતી ક્લે ઈટન નામની મહિલાએ જણાવ્યું કે, તે રાત્રે 11 વાગ્યાની આસપાસ તેના કૂતરાને ફરવા લઈ જતી હતી, ત્યારે અચાનક તેને જોરદાર અવાજ સંભળાયો. તેણીએ જણાવ્યું કે, તે પોતાની સાથે એક ઘાયલ પક્ષી ઘરે લાવી હતી. જેનો જીવ બચી ગયો હતો. ડ્રેગન LNG કંપનીએ કહ્યું કે, તેમના પ્લાન્ટમાં કંઈ અજુગતું થયું નથી, જેનાથી એવું ન કહી શકાય કે પક્ષી તેના કારણે મૃત્યુ પામ્યા.