કોરોનાથી બચવા માટે જો આ કામ કરતા હોવ તો સાવધાન...ડોક્ટરે શું કહ્યું તે ખાસ જાણો
કોરોના વાયરસે છેલ્લા લગભગ બે વર્ષથી દુનિયામાં તબાહી મચાવી છે. તેની રોકથામ માટે હજુ પણ દુનિયાભરના વૈજ્ઞાનિકો અને ડોક્ટર્સ કાર્યરત છે.
Chicken Cooked in Cough Syrup: કોરોના વાયરસે છેલ્લા લગભગ બે વર્ષથી દુનિયામાં તબાહી મચાવી છે. તેની રોકથામ માટે હજુ પણ દુનિયાભરના વૈજ્ઞાનિકો અને ડોક્ટર્સ કાર્યરત છે. કોરોના રસીના બંને ડોઝ લઈ લીધા બાદ પણ લોકો આ જીવલેણ બીમારીથી સંક્રમિત થઈ રહ્યા છે. રસી લીધી હોવા છતાં કોરોનાની ત્રીજી લહેર દુનિયાભરમાં લોકોના જીવ લઈ રહી છે.
કોરોના વાયરસની શરૂઆત બાદથી જ લોકો પોતાના ઘરોમાં ભાત ભાતના નુસ્ખા અપનાવી રહ્યા છે. ભારતમાં લોકો ઈમ્યુનિટી બુસ્ટર અને ઉકાળા પી રહ્યા છે જ્યારે વિદેશમાં પણ લોકો અલગ અલગ ઘરેલુ નુસ્ખા અપનાવે છે. સોશિયલ મીડિયા સાઈટ ટિકટોક પર છેલ્લા કેટલાક દિવસથી કોરોનાથી બચવા માટે એક અજીબોગરીબ નુસ્ખો વાયરલ થઈ રહ્યો હતો જેને લઈને હવે ડોક્ટરે ચેતવણી ઉચ્ચારી છે.
ચિકનને કફ સીરપમાં પકાવવામાં આવે છે
ધ મિરરના ખબર મુજબ તાજેતરમાં ટિકટોક પર વાયરલ થયેલા વીડિયોમાં દાવો કરાયો હતો કે ચિકનને કફ સીરપમાં પકાવવાથી કોરોના વાયરસ મટી જાય છે. આ ઉપરાંત એવો પણ દાવો કરાયો હતો કે તેનાથી શરદી ઊધરસ પણ ભાગી જાય છે. હવે ડોક્ટર્સે આ અંગે ચેતવણી આપી છે. ડોક્ટર્સે તેને ખતરનાક ગણાવ્યું છે અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેને ખાવાથી ફૂડ પોઈઝનિંગ થઈ જશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube