નવી દિલ્હી: સમગ્ર દુનિયામાં રસી લગાવવાનું કામ પૂરજોશમાં ચાલુ છે. તજજ્ઞો રસી લગાવતા પહેલા અને ત્યારબાદ અનેક વાતનું ધ્યાન રાખવાની સલાહ આપી રહ્યા છે. ડેઈલી મેઈલના એક રિપોર્ટ મુજબ રશિયામાં કોરોના રસી લગાવ્યા બાદ ઓછામાં ઓછા 3 દિવસ સુધી સેક્સ ન કરવાની સલાહ આપવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડેઈલી મેઈલના અહેવાલ મુજબ સેરાટોવ ક્ષેત્રના નાયબ આરોગ્યમંત્રી ડોક્ટર ડેનિસ ગ્રેફરે રશિયાના લોકોને રસી લીધા બાદ કોઈ પણ પ્રકારના વધુ શારીરિક મહેનતવાળું કામ ન કરવાની સલાહ આપી છે. આ ચીજોમાં સેક્સ પણ સામેલ છે. આ અગાઉ અહીંના લોકોને રસી લગાવ્યા બાદ દારૂ અને સિગારેટથી પણ દૂર રહેવાનું કહેવાયું છે. 


રશિયા એવા દેશોમાંથી એક છે જ્યાં વેક્સીનેશન દર ખુબ ઓછો છે. અહીં હજુ સુધી ફક્ત 13 ટકા લોકોને રસીના બંને ડોઝ મળ્યા છે. એક પ્રેસ કોન્ફરન્સમાં ડોક્ટર ગ્રેફરે કહ્યું કે દરેક જાણે છે કે સેક્સ કરવામાં ખુબ એનર્જી વપરાય છે. આથી અમે લોકોને રસી મૂકાવ્યા બાદ સેક્સ જેવી કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટીથી દૂર રહેવાની સલાહ આપીએ છીએ. 


જો કે ગ્રેફરના આ નિવેદનની ત્યાંના મીડિયામાં ખુબ ટીકા પણ થઈ રહી છે. અહીંના સીનિયર મેડિકલ ઓફિશિયલ ઓલેગ કોસ્ટિને કહ્યું કે તેઓ ગ્રેફરના નિવેદન સાથે સહમત નથી. કોસ્ટિને કહ્યું કે રસી લગાવ્યા બાદ પૂરી રીતે સેક્સ બંધ કરવાની જગ્યાએ તમે તે સાવધાનીથી પણ કરી શકો છો. પણ તે જરૂરિયાત કરતા વધુ ન હોવું જોઈએ. 


Zydus Cadila ની કોરોના રસીને DCGI ની મંજૂરી મળવામાં હજુ થોડા દિવસ લાગશે


ભારતમાં રસીકરણ બાદ કોઈ એવી અધિકૃત ગાઈડલાઈન બહાર પડાઈ નથી. જો કે યુનિસેફ તરફથી રસી લીધા બાદ કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવાની સલાહ અપાઈ છે. યુનિસેફનું પણ કહેવું છે કે રસી લીધાના 2-3 દિવસ સુધી કોઈ પણ પ્રકારના ફિઝિકલ એક્ટિવિટીથી બચવું જોઈએ. કારણ કે તે દરમિયાન શરીર રસીની સાઈડ ઈફેક્ટથી રિકવર થાય છે. 


યુનિસેફે રસીકરણના કેટલાક દિવસો સુધી આલ્કોહોલ અને તમાકૂનું સેવન ન કરવાની સલાહ આપી છે. તજજ્ઞોનું કહેવું છે કે દારૂ અને સિગારેટ રસીની સાઈડ ઈફેક્ટને વધારી શકે છે. આ ઉપરાંત દારૂ ઈમ્યુન સિસ્ટમ પર ખરાબ અસર પાડે છે જેના કારણે રસી શરીર પર ઓછી પ્રભાવી રહે છે. 


UP ના કોરોના મેનેજમેન્ટ પર ઓવારી ગયા આ ઓસ્ટ્રેલિયન સાંસદ, કહ્યું- 'અમને CM યોગી આપી દો'


રસી લગાવતા પહેલા અને ત્યારબાદ હાઈડ્રેટેડ રહેવું ખુબ જરૂરી છે. આથી રસી લગાવ્યા બાદ ખુબ પાણી પીવું જોઈએ. રસી લગાવ્યા બાદ હાથમાં દુખાવો, તાવ, ઠંડી લાગવી જેવા લક્ષણો સામાન્ય છે. વ્યક્તિ બે દિવસમાં લગભગ ઠીક થઈ જાય છે. રસીના બંને ડોઝ લીધાના કેટલાક અઠવાડિયા બાદ જ શરીરમાં ઈમ્યુનિટી બને છે. આથી આ દરમિયાન કોઈ બેદરકારી દાખવવી ન જોઈએ. 


કોઈ પણ રસી 100 ટકા કારગર નથી એટલી રસી લીધા બાદ પણ તમારે વારંવાર હાથ ધોવાનું, માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી છે. તજજ્ઞોના જણાવ્યાં મુજબ જે પ્રકારે કોરોનાના નવા નવા વેરિઅન્ટ આવી રહ્યા છે તેનાથી ફક્ત રસી જ સુરક્ષા આપી શકે છે. આથી કોઈ પણ કિંમતે રસી જરૂર લગાવવી જોઈએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube