America: દુનિયા ચિત્ર વિચિત્ર લોકોથી ભરેલી પડી છે. ઈતિહાસ માણસના ખરાબ અને સારા કામોથી ભરેલો છે. તમે માનવ અંગોની તસ્કરી વિશે સાંભળ્યું હશે. પરંતુ માનવ અવશેષોની તસ્કરી સાંભળવામાં તો ઘટી છે. માનવીય હાડપિંજરોના કાળા ધંધાનો એક ચોંકાવનારો મામલો અમેરિકામાં સામે આવ્યો છે. FBI એ એક વ્યક્તા ઘરેથી એક બે નહીં પરંતુ 40 જેટલા માનવીય હાડપિંજરો જપ્ત કર્યા છે. આ અજીવ વ્યક્તિની ડરામણી કહાની વિશે સાંભળીને તમે પણ હચમચી જશો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકામાં કેન્ટકીના લુઈસવિલામાં રહેનારા 39 વર્ષના જેમ્સ વિલિયમ નોટે FBI ની ઊંઘ ઉડાવી દીધી છે. આરોપી વિશે બાતમી મળ્યા બાદ એનજ્સીએ તેના ઘર પર દરોડા માર્યા છે. દરોડામાં આરોપીના ઘરેથી 40 હાડપિંજર મળી આવ્યા છે. એક હાડપિંજર તો તેણે પોતાના બેડ ઉપર જ રાખ્યું હતું. જ્યાં તે સૂતો હતો. 


આગળની કાર્યવાહીમાં જાણવા મળ્યું કે આરોપી ભયાનક અંડરગ્રાઉન્ડ ગ્રુપ સાથે જોડાયેલો છે. જે માણસોના હાડપિંજરને ગેરકાયદેસર રીતે ખરીદ વેચાણ કરે છે. બ્લેક માર્કેટમાં માણસોના હાડપિંજરની મોટી કિંમત આપીને  ખરીદવામાં આવે છે. આ હાડપિંજરનો લોકો સજાવટ માટે ઉપયોગ કરે છે. આરોપી નોટની ધરપકડ કરતા તેના ઘરને સીલ કરવામાં આવ્યું છે.


આ અંડરગ્રાઉન્ડ ગ્રુપ વિશે જણાવવામાં આવ્યું છે કે તેના સભ્યો હાર્વર્ડના પ્રતિષ્ઠિત શાળાઓમાંથી માણસોના દિમાગ, દિલ, ચામડી, અને ભ્રુણ ચોરીને તેનો સોદો કરે છે. નોટ પાસેથી ડઝન જેટલી માનવ ખોપડીઓ, થાપા અને કરોડના હાડકા મળી આવ્યા. FBI ના અધિકારીએ જણાવ્યું કે આ અગાઉ પણ આ ગ્રુપના જેરેમી પોલી નામના સભ્યની ધરપકડ થઈ હતી. નોટે આ માનવ હાડપિંજર જેરેમી પાસેથી જ ખરીદ્યા છે. 


વિજ્ઞાનીઓનો દાવો- વૃદ્ધાવસ્થાને યુવાનીમાં ફેરવવા માટે રાસાયણિક મિશ્રણ મળ્યું


પાકમાં બે હિન્દુ મંદિરો પર હુમલો, અંધારામાં તોડવામાં આવ્યું 150 વર્ષ જૂનુ મંદિર


400 બાળકોની હત્યા કરનાર 'ડાકણ'ની કહાની, આ મહિલાએ શા માટે કરી માસુમ બાળકોની હત્યા?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube