નવી દિલ્હીઃ સાપને જોઈને બધાને ડર લાગે છે, જો સાપ લોકોની પાસમે આવી જાય છે તો તેની સ્થિતિ શ્વાસ રોકાવા જેવી થઈ જાય છે. સાપ ભલે ઝેરી હોય કે ન હોય, પરંતુ સાપને જોઈને લોકોને જરૂર ડર લાગે છે. આવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ઓસ્ટ્રેલિયાનો હોવાનું સામે આવ્યું છે. જ્યાં એક વ્યક્તિની પાસે અચાનક સાપ આવી જાય છે. 


વ્યક્તિની પાછળથી અચાનક આવ્યો સાપ
વીડિયો જોઈને જ્યાં સોશિયલ મીડિયા યૂઝર્સ ચોકી જાય છે. ત્યારે તે વ્યક્તિની સ્થિતિ પણ જોવા લાયક હોય છે. એબીસી ન્યૂઝે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે. વીડિયો ખુબ ડરાવી રહ્યો છે. વીડિયો જિપ્સલેન્ડનો હોવાનો સામે આવ્યું છે. તેમાં માલકમ નામનો એક વ્યક્તિ ખુરશી પર બેસીને પોતાનું કામ કરી રહ્યો છે. આ દરમિયાન એક સાપ પાછળથી ત્યાં આવી પહોંચે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube