પેરુ: પહાડ પરથી ભેખડ ધસી પડી અને સીધી હોટલ પર પડતા અનેક લોકો દટાયા, 15ના મોત
દક્ષિણ પૂર્વ પેરુના પર્વતીય વિસ્તારમાં આવેલી એક હોટલમાં લગ્ન સમારંભ ચાલી રહ્યો હતો ત્યારે જ પહાડ પરથી લેન્ડસ્લાઈડ થતા જમીન ધસી પડતા ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા.
લીમા: દક્ષિણ પૂર્વ પેરુના પર્વતીય વિસ્તારમાં આવેલી એક હોટલમાં લગ્ન સમારંભ ચાલી રહ્યો હતો ત્યારે જ પહાડ પરથી લેન્ડસ્લાઈડ થતા જમીન ધસી પડતા ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા. અધિકારીઓએ રવિવારે આ દુર્ઘટનાની જાણકારી આપી. આ હોટલ પર્વતીય શહેર એબનકેમાં આવેલી છે.