Petroleum Jelly લગાવ્યું અને હાથ થઈ ગયા હાથી જેવા! બોડી બનાવવાની લ્હાયમાં કરેલી ભૂલનું પરિણામ જુઓ
પેટ્રોલિયમ જેલીની મદદથી બનાવ્યા POPEYE જેવા મસલ્સ, એટલા મોટા બાઈસેપ્સ કે જોનારા પણ થઈ ગયા હેરાન. હાથમાં 6 લીટર પેટ્રોલિયમ જેલી ઈન્જેક્ટ કરી મહાકાય બાઈસેપ્સ બનાવ્યા, શોર્ટકટથી બનાવેલા બાઈસેપ્સ બન્યા જીવનું જોખમ.
નવી દિલ્હીઃ રશિયાના એક બોડી બિલ્ડર અને પૂર્વ સેનાના જવાનની POPEYE જેવી બોડી બનાવવાના શોખે તેને મુશ્કેલીમાં નાખી દીધો છે. આ વ્યક્તિની હાલત એવી થઈ ગઈ છે કે તેનો જીવ ખતરામાં આવી ગયો છે. 25 વર્ષીય કિરિલ ટેરેશિન(Kirill Tereshin)એ કસરત કરી બોડી બનાવવાની જગ્યાએ પેટ્રોલિયમ જેલીના ઈન્જેક્શન લગાની બોડી બનાવવાનો શોર્ટકટ અપનાવ્યો. જેને કારણે હવે તે મોટી મુસીબતમાં ફસાઈ ગયો છે. આવો જાણીએ સંપૂર્ણ માહિતી.
'ડેલી મેલ' મુજબ, બોડી બનાવવા માટે કિરિલ ટેરેશિને પોતાના બંને હાથમાં પેટ્રોલિયલ જેલીના ઈન્જેક્શન લગાવવાના શરૂ કર્યા. કિરિલ પહેલા પોતાના બાઈસેપ્સ(Biceps) પર તેનું અસર જોવા માગતો હતો. ધીરે-ધીરે તેણે 6 લીટર પેટ્રોલિયમ જેલી પોતાના હાથમાં ઈન્જેક્ટ કરી. આ કારણે કિરિલના હાથના મસલ્સ 24 ઈંચના થઈ ગયા.
જો કે થોડા દિવસ બાદ તેને હાથ ખરાબ થવા લાગ્યા. તેની હાલત એવી થઈ ગઈ કે તેને તાત્કાલિક હોસ્પિટલ જવું પડ્યું. જ્યં સિરિલની સર્જરી કરવામાં આવી. આ દરમિયાન તેના હાથમાંતી સિંથોલ ઓઈલ અને ડેડ મસલ્સ ટિશુ કાઢવામાં આવ્યા. વધુ એક સર્જરીમાં તેના નકલી બાઈસેપ્સ બહાર કાઢવાની તૈયારી છે. જો કે હાલ કિરિલને રાહત મળી નથી.
બાઈસેપ્સ સર્જરી બાદ તેણે અનેક બીજી સર્જરીનો સામનો કરવો પડી રહ્યો છે. બોડી બનાવવાવાળું ઈન્જેક્શન તેના શરીરમાં રક્તનો પ્રવાહ માટે એક અવરોધ બની ગયું. કિરિલને સખત તાવ અને દુખાવો થવા લાગે છે. ડો.દિમિત્રિ મેલનિકોવે ચેતવણી આપી કે આ મામલે જટિલતાઓનો ખતરો બહુ રહે છે, જો કે નિષ્ક્રિયતા રોગીની મદદ નહીં કરે. શરીરમાં એક ઝેરીલો પદાર્થ લાંબા સમય સુધી મસલને જટિલ બનાવી શકે છે અને મોતનું કારણ બની શકે છે.
ડોક્ટરોનું કહેવું છે કે કિરિલનો જીવ બચાવવા માટે તેના હાથને કાપવા પણ પડી શકે છે. બીજી બાજું કિરિલે કહ્યું કે તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો છે. બોડી બનાવવા માટે તેણે શોર્ટકટનો ઉપયોગ કરવાની જરૂર ન હતી. ઈન્જેક્શનથી બનાવેલી બોડી હવે તેના માટે ખતરા સમાન બની ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube