વોશિંગટન: અમેરિકાની દવા કંપની ફાઇઝર (Pfizer) નું કહેવું છે કે તેને કોરોના વાયરસ (Coronavirus) ની સારવાર કરવા માટે એક નવી ગોળી (Pill) નું હ્યુમન ટ્રાયલ શરૂ થઇ કરવા જઇ રહી છે. કંપનીના અનુસાર શરીરમાં કોરોના વાયરસ ખતમ થવાના સંકેત મળતાં જ આ ગોળીનો ઉપયોગ કરી શકાશે. જેથી આ મહામારીથી ઘણી હદે બચાવ મળી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલત વધુ ખરાબ થઇ શકે છે
ફાઇઝરના મુખ્ય વૈજ્ઞાનિક Mika Dolsten એ કહ્યું કે કોરોના વાયરસ (Coronavirus) નો સામનો કરવા માટે વેક્સીન લગાવવી અને વાયરસના સંપર્ક આવેલા લોકોની સારવાર બંને સામેલ છે. જે પ્રકારે SARS-CoV-2 ફરીથી કમબેક કરી રહ્યો છે અને દુનિયામાં કોરોના વાયરસનો પ્રક્રોપ વધી રહ્યો છે. એવામાં સંભવ છે કે આગામી સમયમાં સ્થિતિ વધુ ખરાબ થઇ જશે.  

Coronavirus New wave in India: ભારતમાં કોરોના વાયરસની નવી લહેર આખરે કેટલી ખતરનાક?


નવા સંક્રમિતોના સારવારમાં લાભ
કંપનીના અનુસાર કોરોના વાયરસથી સંક્રમિત લોકોને શરૂઆતી સારવારની સુવિધાઓ કમી છે. એવમાં જો એક ગોળી બની જાય છે તો આ મહામારીને કંટ્રોલ કરવામાં ખૂબ મદદ મળશે. કંપનીનું કહેવું છે કે કંપની એપ્રિલથી શરૂ થનાર બીજા ક્વાર્ટરમાં આ ગોળીના ફેજ-2,3 ટ્રાયલ શરૂ કરી દેશે. આ ટ્રાયલ પુરી થતાં ડ્રગ કંટ્રોલર વિભાગમાં ઇમરજન્સી ઉપયોગના લાઇસન્સ માટે પણ એપ્લાય કરી શકાશે. 


5 દિવસ લેવી પડશે ગોળી
Mika Dolsten એ કહ્યું કે ટ્રાયલ પુરી થયા બાદ લોકોને 5 દિવસ સુધીમાં બે વાર આ ગોળી લેવી પડશે. કોરોના મહામારીથી બચાવમાં ગોળી ગેંમ ચેંજર સાબિત થશે. તેમણે કહ્યું કે આ દવાને શરૂઆતમાં હાલ કોરોના સંક્રમિત થયેલા લોકો પર ઉપયોગ કરવામાં આવશે. આ સાથે જ આ યોજના પર પણ કામ કરવામાં આવી રહ્યા છે કે શું સ્વસ્થ્ય લોકોને પણ ગોળી આપવામાં આવી શકે છે. જેથી તેમના સંક્રમણનો ખતરો વધી જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube