નવી દિલ્હી: ફિલીપીંસના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તે ફરી એકવાર લોકોના નિશાના પર આવી ગયા છે. આ વખતે ટીકાકારોનું કારણ છે કે તેમને એક પરણિત મહિલાને કિસ આપી છે. લોકો તેમને આ મહિલા વિરોધી અને મહિલાઓને નીચું બતાવનાર ઘટના ગણાવે છે. તો બીજી તરફ ફિલીપીંસના રાષ્ટ્રપતિએ નિવેદન આપ્યું છે કે આ ફક્ત મજા માટે કર્યું હતું. જ્યારે મહિલા સાથે આ સંબંધમાં પૂછવમાં આવ્યું તો તેમને કહેવામાં આવ્યું કે કોઇપણ પ્રકારના દ્વેષની ભાવના નથી.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુસ્તકના બદલામાં માંગી કિસ
જાણકારી અનુસાર, રોડ્રિગો દુતેર્તે દક્ષિણ કોરિયાના સત્તાવાર પ્રવાસ પર હતા. આ દરમિયાન રવિવારે તેમણે ફિલીપીંસના શ્રમિકો માટે આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો. જ્યાં તેમણે બે મહિલાઓને એક પુસ્તકની મફત કોપી આપવા માટે મંચ પર બોલાવી. પહેલી મહિલા જ્યારે મંચ પર આવી તો દુતેર્તેએ તેને ગળે લગાવી અને ગાલ પર કિસ કરી.


બીજા મહિલા મંચ પર આવતાં દુતર્તેએ તેને પુસ્તકના બદલામાં હોઠ પર કિસ કરવાની વાત કહી. તે પોતાની આંગળીથી ઇશારો કરતા હતા. મહિલા ખચકાઇ આ દરમિયાન દુતર્તેએ આગળ વધીને તેના હોઠ પર કિસ કરી લીધી. ત્યારબાદ તેમણે કહ્યું કે આ ફક્ત મજા માટે કર્યું અને ત્યાં હાજર લોકોના મનોરંજન માટે હતું. 



પરણિત છે મહિલા
ફિલીપીંસના રાષ્ટ્રપતિએ જે મહિલાને કિસ કરી તે દક્ષિન કોરિયાની રહેવાસી છે અને પરણિત છે. તેણે જ્યારે આ ઘટના વિશે સવાલ કર્યો તો તેણે કહ્યું કે આ કિસ કરવા પાછળ કોઇપણ પ્રકારના કોઇ અર્થ કે દ્વેષની ભાવના ન હતી. 


ચારેય તરફ થઇ રહી છે ટીકા
73 વર્ષના રોડ્રિગો દુતેર્તે દ્વારા મહિલાને કિસ કરતો વિડીયો અને ફોટો સામે આવ્યા બાદ તેમની ચારેય તરફ ટીકા શરૂ થઇ ગઇ છે. દક્ષિણપંથી સંગઠન ગૈબ્રિએલાની મહાસચિવે દુતર્તેની ટીકા કરતાં કહ્યું કે ''લોકોના મનોરંજન માટે તમારે આ મહિલાને કિસ કરવાની જરૂર ન હતી. મનોરંજન માટે એક મહિલાને કિસ કરવા જેવી વિચારધારણ મગજમાં આવવી ખૂબ ધૃણાસ્પદ છે.'


વિપક્ષી સીનેટર રિસા હોન્ટિવરોસે કહ્યું કે તે કિસ ભલે સહમતિથી હોય તો, આ 'શક્તિનો એક ગંભીર દુરઉપયોગ હતો' ટીકાકારોનું માનવું છે કે રોડ્રિગો દુતેર્તે દ્વારા ભરવામાં આવેલું આ પગલું એક હલકી પબ્લિસિટીની રીત છે. તેના માટે તે દેશમાં તેમની ઓછી લોકપ્રિયતાથી ધ્યાન હટાવવા અને લોકોને ખોટો સંદેશ આપવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. 


(ઇનપુટ એજન્સીમાંથી)