એ દિવસ...જ્યારે વરસાદ અને ભૂકંપથી આવ્યું માટીનું પૂર, બાળકોથી ભરેલી આખી સ્કૂલ દટાઈ ગઈ, 1100 લોકો માર્યા ગયા
ફિલિપાઈન્સમાં 17 ફેબ્રુઆરીનો દિવસ એક મોટી ત્રાસદીનો સાક્ષી રહ્યો છે. વર્ષ 2006માં આ દિવસે ભૂસ્ખલને હજારો લોકોના જીવ લઈ લીધા અને જીવતા બચેલા લોકોની આંખોમાં હંમેશા માટે આંસૂ આપીનો ગયો. આ ભૂસ્ખલને લગભગ 500 ઘરોથી લઈને 200થી વધુ બાળકો અને શિક્ષકો ભરેલી પ્રાઈમરી સ્કૂલને પણ ન બક્ષી.
ફિલિપાઈન્સમાં 17 ફેબ્રુઆરીનો દિવસ એક મોટી ત્રાસદીનો સાક્ષી રહ્યો છે. વર્ષ 2006માં આ દિવસે ભૂસ્ખલને હજારો લોકોના જીવ લઈ લીધા અને જીવતા બચેલા લોકોની આંખોમાં હંમેશા માટે આંસૂ આપીનો ગયો. આ ભૂસ્ખલને લગભગ 500 ઘરોથી લઈને 200થી વધુ બાળકો અને શિક્ષકો ભરેલી પ્રાઈમરી સ્કૂલને પણ ન બક્ષી. 17 ફેબ્રુઆરી 2006ના દિવસે ફિલિપાઈન્સના દક્ષિણી લેયટેમાં એક ભૂસ્ખલન થયું જેમાં વ્યાપક નુકસાન થયું અને જાનહાનિ પણ થઈ. આ ઘાતક ભૂસ્ખલન 10 દિવસના ભારે વરસાદ અને એક મામૂલી ભૂકંપ (રિક્ટર સ્કેલ પર 2.6ની તીવ્રતા) બાદ થયું હતું. અધિકૃત રીતે આ આફતમાં મરનારાઓની સંખ્યા 1126 હતી.
મીડિયા રિપોર્ટ મુજબ આફતના તત્કાળ બાદ ઓછામાં ઓછા 156 લોકોના જીવ ગયા. જ્યારે 990 લોકો ગૂમ થયા હતા. અનેક વિસ્તારોમાં માટીના થર 30 મીટર જેટલા ઊંડા હતા અને તેની ઊંચાઈ લગભગ 7 માળની ઈમારત બરાબર હતી. જેના કારણ ગૂમ થયેલા લોકોની શોધ કરવી લગભગ અશક્ય થઈ ગઈ હતી.
એવા 5 બીચ....જ્યાં કપડાં પહેરવાની મંજૂરી નથી, નામ જાણીને ચોંકી જશો
અહીં પરણિત મહિલાઓ કોઈ પણ પુરુષ સાથે બનાવી શકે શારીરિક સંબંધ, પતિ પણ બદલી શકે
ડોક્ટરે મહિલા દર્દીના પ્રાઈવેટ પાર્ટનો ફોટો ખેંચી સોશિયલ મીડિયા પર શેર કર્યો
દુનિયાની સૌથી મોટી ત્રાસદીઓમાંથી એક ફિલિપાઈન્સના આ ભૂસ્ખલનમાં એક પ્રાથમિક શાળા દટાઈ ગઈ હતી જે પહાડની ટોચની સૌથી નજીક હતી. આ ભૂસ્ખલન ત્યારે થયું જ્યારે શાળા ખુલ્લી હતી અને બાળકો અને શિક્ષકો તેમાં હાજર હતા. પ્રાંતીય ગવર્નર રોસેટ લેરિયાસના જણાવ્યાં મુજબ તે સમયે શાળામાં 246 વિદ્યાર્થીઓ અને સાત શિક્ષકો હતા. આફત બાદ તરત માત્ર એક બાળક અને એક પુખ્તવયની વ્યક્તિની બચાવી શકાયા. લગભગ 80 જેટલી મહિલાઓએ ગિન્સાગોન મહિલા સ્વાસ્થ્ય સંઘની પાંચમી વર્ષગાંઠના જશ્નમાં ભાગ લીધો હતો અને તેઓ ભૂસ્ખલનમાં ખોવાઈ ગઈ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube