ઝી બ્યૂરો, અમદાવાદઃ જેલનું નામ પડે એટલે આપણી નજર સામે આવે એક કાળી કોટડી. જેમાં જમીન પર સુવાનું હોય અને ઓઢવા માટે માત્ર એક કામળો મળે. કેદીને કોઈ સુવિધા ન હોય માત્ર સળિયા ગણીને દિવસો કાઢવાના. પરંતુ સોશિયલ મીડિયા પર હાલ એવી એક જેલના ફોટોસ વાયરલ થઈ રહ્યા છે, જે આ તમામ માન્યતાઓને તોડી રહ્યા છે. લોકો આ ફોટોસ જોઈને રીએક્શન આપી રહ્યા છે કે, આ જેલ તો અમારા ઘર કે હોટેલના કોઈ રૂમ કરતા પણ વધારે ખૂબસૂરત છે. તસવીરો જોઈને તમને પણ એકવાર લાગશે કે આ કોઈ રેસ્ટોરન્ટની તસવીર છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે, ક્યા દેશમાં આવી છે આ જેલ!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ટીવી સામે રાખેલા અનેક ટેબલ અને સોફા તેમજ સાજ સજાવટને જોઈને કોઈને પણ એવું લાગી શકે કે આ કોઈ રેસ્ટોરન્ટની તસવીર છે, પરંતુ હકીકતમાં આ એક જેલનો ફોટો છે. ટ્વિટર પર નૉર્ડિક દેશો એટલે કે ડેનમાર્ક, નૉર્વે, સ્વીડન, ફિનલેન્ડ અને આઈસલેન્ડની જેલની તસવીરો વાયરલ થઈ રહી છે. જેની તુલના લોકો પોતાના ઘર સાથે કરી રહ્યા છે. @IDoTheThinking નામના ટ્વિટર યુઝરે નૉર્ડિક દેશોની જેલની કેટલીક તસવીરો પોસ્ટ કરીને લખ્યું છે કે, જેલની આ ફોટો અમેરિકાના સેન ફ્રાંસિસ્કોના 2.2 લાખ રૂપિયા પ્રતિ મહિનાનું ભાડું હોય તેવા એપાર્ટમેન્ટ જેવી નજર આવી રહી છે. આ ટ્વીટને લાખો લાઈક્સ મળ્યા છે. અનેક લોકો રીટ્વીટ કરી ચુક્યા છે.



તસવીરમાં તમે જોઈ શકો છો કે જેલની આ કોટડીમાં સુવા માટે ગાદલા આપવામાં આવે છે. રૂમ આખો સ્વચ્છ અને સુઘડ છે. કેદીને તમામ સુવિધાઓ આપવામાં આવી રહી છે. રૂમમાંથી વ્યૂ પણ ખૂબસૂરત છે. જેલની કોટડીમાં સ્ટડી ટેબલ સહિતની સુવિધાઓ આપવામાં આવે છે. આ જેલમાં નિયમિત સફાઈ કરવામાં આવે છે. વાતાવરણ એવું હોય છે કે, અહીં સૌને સકારાત્મક ઊર્જા મળે.



આ તસવીર જોઈને લાગે કે કોઈ રેસ્ટોરન્ટની તસવીર છે. પરંતુ આ જગ્યા જેલનો જ એક ભાગ છે. જ્યાં લોકો એક સાથે બેસી શકે છે. ટીવી જોઈ શકે છે. ગેમ્સ રમી શકે. બુક્સ વાંચી શકે. કેદીઓના મનોરંજન માટેની તમામ વ્યવસ્થાઓ અહીં કરવામાં આવી છે. આ યુઝરે વધુ એક તસવીર પોસ્ટ કરીને યુએસ અને સ્વીડનની જેલમાં કેદીઓની સ્થિતિ દર્શાવી છે. સાથે જ સવાલ કર્યો છે કે, જો તમારું હેતુ કેદીઓના પુનર્વસનનો છે તો, કઈ જેલનું વાતાવરણ સારુ રહેશે?



જો કે, ટ્વિટર પર જેલની આ વ્યવસ્થાને મિશ્ર પ્રતિસાદ મળ્યો. કેટલાક લોકોનું એવું પણ કહેવાનું હતું કે, જો આવી જેલ હશે તો લોકો જાણી જોઈને  અપરાધ કરશે. જેથી અહીં સમય વિતાવી શકે. તો અનેક લોકોએ કહ્યું કે તેમના ઘર પણ આટલા ખૂબસૂરત નથી. તેઓ અહીં જવાનું પસંદ કરશે.


(તસવીર સૌજન્યઃ @IDoTheThinking ટ્વિટર)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube