Covid-19 Pirola Variant Symptoms: કોરોના વાયરસ હજુ સંપૂર્ણ રીતે ખતમ થયો નથી. તે સતત લોકોને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. જો કે છેલ્લા કેટલાક મહિનાથી કોવિડ 19ના કેસોમાં ઘટાડો થયો હતો. પરંતુ હવે કોરોનાનો એક નવો વેરિએન્ટ સામે આવ્યો છે. જેણે એક્સપર્ટ્સની ચિંતા વધારી દીધી છે. નવા વેરિએન્ટ સામે આવ્યા બાદ કોવિડ 19ના કેસોમાં પણ વધારો થયો છે અને તે યુકેના મોટાભાગના વિસ્તારોમાં લોકોને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. પિરોલા વેરિએન્ટને અગાઉ સામે આવેલા વેરિએન્ટ કરતા વધુ જોખમી ગણવામાં આવી રહ્યો છે અને તે ઝડપથી લોકોને સંક્રમિત કરે છે. પિરોલા વેરિએન્ટના કેસ યુકે ઉપરાંત ડેનમાર્ક, સાઉથ આફ્રિકા, ઈઝરાયેલ, અને સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશોમાં મળી ચૂક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલો જોખમી છે આ કોરોનાનો પિરોલા વેરિએન્ટ?
એક્સપર્ટ્સનું માનીએ તો પિરોલા વેરિએન્ટ અત્યાર સુધી સામે આવેલા કોવિડ19ના અન્ય વેરિએન્ટ કરતા વધુ ખતરનાક બની શકે છે. જે ઈમ્યુન સિસ્ટમને પણ માત આપી શકે છે. આ વેરિએન્ટમાં 30થી વધુ વિવિધ ઉત્પરિવર્તન એટલે કે મ્યૂટેશન છે જેના કારણે તેના વિશ્લેષણમાં એક્સપર્ટ્સને પણ મુશ્કેલી આવી રહી છે. વિશ્વસ્તરે  BA.2.86 એટલે કે પિરોલા વેરિએન્ટના ઓછા કેસની પુષ્ટિ થઈ છે પરંતુ યુકેના મોટાભાગના ભાગોમાં તે લોકોને સંક્રમિત કરી રહ્યો છે. 


કોને સૌથી વધુ જોખમ
પિરોલા વેરિએન્ટ એટલે કે  BA.2.86 વેરિએન્ટ કોવિડ 19ના ઓમિક્રોન વેરિએન્ટનો જ એક સબ વેરિએન્ટ છે. જે XBB વેરિએન્ટથી મ્યૂટેન્ટ થઈને બન્યો છે. પિરોલા વેરિએન્ટનું સૌથી વધુ જોખમ એવા લોકોને છે જે કોરોના વાયરસથી અગાઉ સંક્રમિત થઈ ચૂક્યા છે અને જેમણે કોવિડ 19 સામે બોડીમાં હર્ડ ઈમ્યુનિટી વિક્સિત કરી છે. 


આ 5 લક્ષણો જોવા મળે તો સતર્ક થઈ જાઓ
કોવિડ 19ના નવા વેરિએન્ટ પિરોલાએ એક્સપર્ટ્સની ચિંતા વધારી છે. પિરોલાના વેરિએન્ટની વાત કરીએ તો તેમાં છીંક આવવી, ગળામાં ખરાશ, માથાનો દુખાવો, નાકનું ગળતર, તથા હળવો કે વધુ થાક સામેલ છે. આ ઉપરાંત સંક્રમિત વ્યક્તિમાં પેટ સંલગ્ન પરેશાનીઓ અને ત્વચા સંબંધિત સમસ્યાઓ તથા તાવ પણ જોવા મળી શકે છે. 


દુનિયા ભરમાં કરોડો લોકો કોરોનાથી થયા સંક્રમિત
વર્લ્ડોમીટરના રિપોર્ટ મુજબ દુનિયાભરમાં કોરોનાથી અત્યાર સુધીમાં 69.6 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી 66.8 કરોડ લોકો સાજા થયા હતા. જ્યારે 69.2 લાખ લોકો અત્યાર સુધીમાં આ બીમારીથી જીવ ગુમાવી ચૂક્યા છે. જ્યારે 21.08 લાખ લોકો હજુ પણ કોરોના સામે જંગ લડી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube