વોશિંગ્ટન: એક સમય હતો કે જ્યારે પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ટ્વિટરના જબરદસ્ત પ્રશંસક હતા. તેમની ફેન ફોલોઈંગ  પણ પોતાનામાં એક રેકોર્ડ હતી. જો કે એવું ત્યાં સુધી જ રહ્યું જ્યાં સુધી તેઓ આ પ્લેટફોર્મ પર પ્રતિબંધિત નહતા કરાયા. ટ્રમ્પ પર ઘણા સમયથી ફેસબુક અને ટ્વિટર પર બેન છે. આ કારણે ટ્રમ્પે પોતાના ચાહકો માટે નવો રસ્તો શોધ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Twitter ને ટક્કર આપવા માટે Gettr
વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયાને લઈને ટ્રમ્પના પ્રેમ અને દીવાનગી જોતા તેમની ટીમે એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. ટ્રમ્પના પૂર્વ વરિષ્ઠ સલાહકાર જેસન મિલરે ફ્રી સ્પિચ (Free Speech) અને કોઈ પણ પૂર્વાગ્રહ વગર(Non-bias content) વાળા કન્ટેન્ટને પ્રોત્સાહન આપવા માટે ટ્વિટર જેવું જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ GETTR લોન્ચ કર્યું છે. જો કે હજુ સુધી પૂર્વ રાષ્ટ્રપતિએ આ મંચ પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું નથી. 


GETTR  ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર મફત ડાઉનલોડ કરી શકાય છે. આ એપને એક બ્રાઉઝર દ્વારા પણ એક્સેસ કરી શકાય છે. આ એપ સ્ટોર પર ઉપયોગમાં લેવા માટે 'M' તરીકે રેટ કરાઈ છે. જેનો અર્થ છે કે 17 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો તેનો ઉપયોગ કરી શકે છે. આ એપ મોટાભાગે ટ્વિટર જેવી જ દેખાય છે. જે એક માઈક્રોબ્લોગિંગ સાઈટના અનેક પહેલુઓથી લેસ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube