સાઉદી અરબથી નિકારાગુઆ જઈ રહેલું એક વિમાન ફ્રાન્સમાં રોકવામાં આવ્યું છે. તેમાં 300થી વધુ ભારતીયો સવાર હતા. ઈંધણ ભરવા માટે જ્યારે આ વિમાન રોકાયું ત્યારે તેને ઉડાણ ભરતા રોકવામાં આવ્યું. એવું કહેવાય છે કે માનવ તસ્કરીની શંકાના પગલે આ વિમાનને રોકવામાં આવ્યું અને આગળ તપાસ ચાલુ છે. ફ્રાન્સમાં ભારતીય દૂતાવાસે તેની પુષ્ટિ કરતા કહ્યું કે અમારા અધિકારીઓ તપાસ કરવા પહોંચ્યા છે અને ફ્રાન્સ સરકારના સંપર્કમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

JUNALCO હવે આ મામલે તપાસ કરી રહી છે. એક ગુપ્ત સૂચનાના આધારે આ કાર્યવાહી કરાઈ છે. બે લોકોની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. બીબીસીના રિપોર્ટ મુજબ તેમાં કેટલાક ગેરકાયદે પ્રવાસીઓ છે. 


મીડિયા રિપોર્ટ મુજબ સાઉદી અરબથી આ વિમાન નિકારાગુઆ જઈ રહ્યું હતું અને તેમાં 300થી વધુ ભારતીયો સવાર હતા. કેટલાક મુસાફરો ગેરકાયદે હોવાનો શક છે. વિમાનમાં સવાર મુસાફરોનો માનવ તસ્કરી માટે ઉપયોગ થવાનો શક છે. માનવ તસ્કરીના અનેક મામલા દેશમાં સામે આવી ચૂક્યા છે. શરીરના અંગોને કાઢવાથી લઈને લોકોને બંધુઆ મજૂરોની જેમ ઉપયોગમાં લેવા માટે માનવ તસ્કરી જેવા ગંભીર ગુનાઓને અંજામ આપવામાં આવે છે. 


મુસાફરોને ભોજન અને બિસ્તર અપાયા
વિમાનને રોકવામાં આવ્યા બાદ તેમાં સવાર મુસાફરોને ભોજન અને એરપોર્ટ પર જ કેમ્પ બનાવીને સૂવા માટે બિસ્તર અપાયા છે. અત્રે જણાવવાનું કે સાઉદી અરબમાં મોટા પાયે ભારતીય કામદારો મજૂર તરીકે કામ કરે છે. આવામાં શક્યતા છે કે આ ભારતીય કામદારોને નિકારગુઆ મોકલવામાં આવી રહ્યા હોય. હાલ બે લોકોને અટકમાં લઈને પૂછપરછ થઈ રહી છે. ભારતીય દૂતાવાસના અધિકારી પણ તપાસ ટીમના સંપર્કમાં છે. 


માર્ને પ્રાંતના કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું કે રોમાનિયન ચાર્ટર કંપની લીજેન્ડ એરલાઈન્સના વિમાનને ગુરુવારે બપોરે ટેક્નિકલ હોલ્ટ માટે નાના વેટ્રી એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું હતું. વિમાનમાં ઈંધણ ભરવાનું કામ ચાલુ હતું ત્યારે પોલીસ પહોંચી અને આગળ ઉડતા રોકવામાં આવ્યું. ભારતીય દૂતાવાસે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે અમે પહોંચી ગયા છીએ અને કાઉન્સલર એક્સેસ પણ મળી છે. મુસાફરોની સુરક્ષા માટે દરેક સંભવ ઉપાય કરી રહ્યા છીએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube