રન વેની જગ્યાએ સમુદ્રમાં લેન્ડ થઈ ગયું પ્લેન, VIDEO જોઈને સ્તબ્ધ થઈ જશો
પ્રશાંત મહાસાગરના તટ પર આવેલા પાપુઆ ન્યૂ ગિનીમાં એક વિમાન એવું દુર્ઘટનાગ્રસ્ત થયું કે જોઈને દરેક સ્તબ્ધ થઈ ગયાં.
નવી દિલ્હી: કોઈ પણ વિમાનના લેન્ડિંગ સમયે અકસ્માત થયોના અહેવાલો સામાન્ય રીતે આવતા જોયા હશે. પરંતુ ગુરુવારે પ્રશાંત મહાસાગરના તટ પર આવેલા પાપુઆ ન્યૂ ગિનીમાં એક વિમાન એવું દુર્ઘટનાગ્રસ્ત થયું કે જોઈને દરેક સ્તબ્ધ થઈ ગયાં. વાત જાણે એમ હતી કે માઈક્રોનેશિયામાં એક એરપોર્ટ પર લેન્ડ કરતી વખતે વિમાન રનવે પર દોડી રહ્યું હતું. દોડતા દોડતા તે એટલું તે બેકાબુ બની ગયું કે પાસેના સમુદ્રમાં જઈને ઘૂસી ગયું. રોયટર્સના અહેવાલ મુજબ પ્લેન રનવેથી લગભગ 160 મીટર સુધી આગળ સમુદ્રમાં ઘૂસી ગયું હતું.
તમામ પ્રવાસીઓ સુરક્ષિત
સમુદ્રમાં આટલે દૂર સુધી પ્લેન ગયા બાદ અધિકારીઓમાં હડકંપ મચી ગયો અને બધાએ તેને બહાર કાઢવાની કોશિશ કરી. એક અધિકારીએ જણાવ્યું કે પ્લેનમાં લગભગ 36 મુસાફરો અને 11 ક્રુ મેમ્બર્સ સવાર હતાં. તેમણે કહ્યું કે તમામ યાત્રીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યાં છે.
આ બાજુ પોલીસ અધિકારીના જણાવ્યાં મુજબ વિમાને સવારે લગભગ 9.30 વાગે લેન્ડ કરવાનું હતું. જ્યારે તે લેન્ડ કરવાનું હતું ત્યારે રનવે પર રોકાયુ નહીં અને સીધુ દોડતું જ ગયું. તેમણે જણાવ્યું કે વિમાન સીધુ સમુદ્રમાં જઈને રોકાયું. જે સમયે વિમાન સમુદ્રમાં રોકાયું તે સમયે તેમાના તમામ યાત્રીઓ હાજર હતાં. તેમણે કહ્યું કે અકસ્માત વખતે વિમાનમાં હાજર યાત્રીઓએ કંટ્રોલ ન ગુમાવ્યો, જ્યારે અધિકારીઓ તેમને બચાવવા માટે આવ્યા તો તેમણે શાંતિથી કામ લીધુ.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે તમામ યાત્રીઓને વિમાનમાંથી બહાર કાઢ્યા બાદ સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યાં છે. એમિલિયોએ જણાવ્યું કે તમામ 36 મુસાફરો અને ચાલક દળના 11 સભ્યો સુરક્ષિત છે. તથા કોઈને પણ ગંભીર ઈજા થઈ નથી. જો કે તેમને તપાસ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં છે. તેમણે જણાવ્યું કે અકસ્માતના કારણોની હજુ ખબર પડી નથી. ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલી તસવીરો અને વીડિયોમાં સ્થાનિક લોકો મુસાફરોને નૌકાથી બહાર કાઢતા જોવા મળી રહ્યાં છે. એર ન્યૂગિની પાપૂઆ ન્યૂ ગિનીની નેશનલ એરલાઈન છે.