ઈમરાન ખાને પાક સેનાને કહ્યું- `ભારત કોઈ પણ કાર્યવાહી કરે, બરાબર જવાબ આપો`
પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ખાન દ્વારા તેમની ધરતી પરથી આતંકી ગતિવિધિઓને અંજામ આપતા આતંકી સંગઠનો પર લગામ કસવાની જગ્યાએ ઉલ્ટી નીતિ અપનાવવામાં આવી રહી છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ પાક વડાપ્રધાન ઈમરાન ખાને પોતાની સેનાને નિર્દેશ આપ્યા છે કે તેઓ ભારત તરફથી થનારી કોઈ પણ કાર્યવાહીનો `નિર્ણાયક અને વ્યાપક` રીતે જવાબ આપે.
નવી દિલ્હી/ઈસ્લામાબાદ: પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ખાન દ્વારા તેમની ધરતી પરથી આતંકી ગતિવિધિઓને અંજામ આપતા આતંકી સંગઠનો પર લગામ કસવાની જગ્યાએ ઉલ્ટી નીતિ અપનાવવામાં આવી રહી છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ પાક વડાપ્રધાન ઈમરાન ખાને પોતાની સેનાને નિર્દેશ આપ્યા છે કે તેઓ ભારત તરફથી થનારી કોઈ પણ કાર્યવાહીનો 'નિર્ણાયક અને વ્યાપક' રીતે જવાબ આપે.
Geo Newsના અહેવાલ મુજબ વડાપ્રધાન ઈમરાન ખાને રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક દરમિયાન નિર્દેશ જારી કર્યાં જેમાં ભૂ-રણનીતિક, રાષ્ટ્રીય સુરક્ષા, પર્યાવરણ અને પુલવામા ઘટના બાદ ઉભી થયેલી સ્થિતિ પર ચર્ચા થઈ.
PAKને તમાચો, ચીન જેનો સભ્ય છે તે UNSCએ પુલવામા એટેક પર આપ્યું મહત્વપૂર્ણ નિવેદન
રાષ્ટ્રીય સુરક્ષા સમિતિએ કહ્યું કે તે ઘટનામાં પાકિસ્તાન કોઈ પણ પ્રકારે સામેલ નહતું. બેઠક બાદ જાહી એક નિવેદનમાં કહેવાયું છે કે ઘટનાની કલ્પના અને યોજના કોઈ પણ રીતે પાકિસ્તાનમાં તૈયાર કરાઈ નહતી. નિવેદનમાં કહેવાયું છે કે પાકિસ્તાને ઈમાનદારી સાથે ઘટનાની તપાસ અને સાથે સાથે અન્ય વિવાદાસ્પદ મુદ્દાઓ વચ્ચે આતંકવાદના મુદ્દે વાતચીતની રજુઆત કરી છે.
નિવેદનમાં એમ પણ કહેવાયું છે કે અમે આશા રાખીએ છીએ કે ભારત આ ઓફરનો સકારાત્મક જવાબ આપશે. તપાસ કે તેના માટે અપાયેલા કોઈ પણ નક્કર પુરાવામાં જો આતંકવાદ માટે પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ થયેલો જણાશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરાશે.
વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે આ એક નવું પાકિસ્તાન છે અને અમે અમારા લોકોને એ બતાવવા માટે મક્કમ છીએ કે અમે તેમની રક્ષા કરવા માટે સક્ષમ છીએ. જો કે ખાને કહ્યું કે અમે માનીએ છીએ કે આતંકવાદ અને અતિવાદ ક્ષેત્રમાં મહત્વના મુદ્દાઓ છે અને તેનાથી પાકિસ્તાન સહિત સમગ્ર ક્ષેત્રએ નુક્સાન ઉઠાવવું પડી રહ્યું છે.
આ દરમિયાન નિવેદનમાં કહેવાયું કે ઈમરાન ખાને પાકિસ્તાનના સશસ્ત્ર દળોને' ભારતની કોઈ પણ આક્રમકતા વિરુદ્ધ નિર્ણાયક અને વ્યાપક રીતે જવાબ આપવા માટે' મંજૂરી આપી દીધી છે.