USમાં પીએમ મોદીની ધૂમ, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનનો કોઈ ભાવ પણ પુછતું નથી
વોશિંગટનઃ અમેરિકામાં અત્યારે ભારત(India) અને પાકિસ્તાન(Pakistan) બંને દેશના વડાપ્રધાન પહોંચેલા છે. એક તરફ અમેરિકામાં(America) મોદી(Modi)ની ધૂમ છે તો બીજી તરફ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનનો(Imran Khan) કોઈ ભાવ પણ પુછી નથી રહ્યું. ઈમરાન ખાનનું ન્યૂયોર્કમાં(New York) અત્યંત ફીકૂં સ્વાગત કરાયું હતું. ઈમરાન ખાનને ડોર મેટ જેવી રેડ કાર્પેટથી કામ ચલાવવું પડ્યું હતું. તેમના માટે રેડ કાર્પેટ પણ પાથરવામાં આવી ન હતી.
ઈમરાન ખાનને રિસીવ કરવા માટે કોઈ પણ મોટો અમેરિકન અધિકારી કે મંત્રી એરપોર્ટ પર હાજર ન હતો. પ્રતિષ્ઠા જાળવવા માટે માત્ર યુએનમાં પાકિસ્તાની પ્રતિનિધિ મલીહા લોધી કેટલાક પાકિસ્તાનીઓ સાથે એરપોર્ટ પર હાજર હતી. પીએણ મોદી જ્યારે અમેરિકાના હ્યુસ્ટન એરપોર્ટ પર વિમાનમાંથી ઉતર્યા તો તેમના સ્વાગત માટે અમેરિકાના વેપાર અને આંતરરાષ્ટ્રીય બાબતોના નિદેશક ક્રિસ્ટોફર ઓલ્સન અને ભારતમાં અમેરિકન રાજદૂત કેનિથ જસ્ટર સ્વાગત માટે હાજર હતા.
હ્યુસ્ટનમાં નવી કેમિસ્ટ્રી, નવી હિસ્ટ્રીઃ આતંકીઓને શરણ આપનારા પાકિસ્તાનનો થયો પર્દાફાશ
ઈમરાનના અમેરિકામાં થયેલા અપમાન અંગે સોશિયલ મીડિયા પર જોરદાર મજાક ઉડાવાઈ રહી છે. બીજું કોઈ નહીં પરંતુ પાકિસ્તાનમાં જ તેમની મજાક ઉડી રહી છે. ઈમરાનના અપમાન પર પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રશીદ પણ ગુસ્સે થયા છે.
UNGAમાં ભાગ લેવા ગયા છે ઈમરાન
ઈમરાન ખાન કાશ્મીર મુદ્દે રોદણા રડવા માટે ટ્રમ્પને મળવા અમેરિકા પહોંચ્યા છે. ઈમરાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાષણ પણ આપવાના છે. ઈમરાને અગાઉ જ જાહેરાત કરી હતી કે તેઓ UNGA મંચનો ઉપયોગ કાશ્મીર મુદ્દો ઉઠાવા માટે કરશે.
જુઓ LIVE TV....