ઇસ્લામાબાદ : પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને પહેલીવાર પાકિસ્તાનની જાસુસી એજન્સી આઇએસઆઇના મુક્ય મથક ગયા અને દેશની સંરક્ષણની પહેલી પંક્તિ ગણાવી હતી. એક અધિકારીક નિવેદન અનુસાર ઇન્ટર સર્વિસિઇઝ ઇન્ટેલિજન્સ (આઇએસઆઇ)ના વરિષ્ઠ અધિકારીઓએ બુધવારે વરિષ્ઠ કેબિનેટ મંત્રીઓ સાથે ખાનનાં અલગ અલગ સામરિક ગુપ્તચર અને રાષ્ટ્રીય સુર7ા મુદ્દે અંગે વિસ્તારથી માહિતી આપી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેનાએ મીડિયા પ્રકોષ્ટ ઇન્ટર સર્વિસિઝ પબ્લિક રિલેશન્સ(આઇએસપીઆર) દ્વારા ઇશ્યું એક નિવેદન અનુસાર રાષ્ટ્રીય સુરક્ષા માટે ખાસ કરીને આતંકવાદ વિરોધી પ્રયાસોમાં આઇએસઆઇના યોગદાનનાં વખાણ કર્યા. તેમણે કહ્યું કે, આઇએસઆઇ સંરક્ષણની આપણી પહેલી પંક્તિ છે અને વિશ્વની સર્વશ્રેષ્ઠ ગુપ્તચર એજન્સી સ્વરૂપે કામ કરી રહ્યા છે.

ઇમરાન ખાને આઇએસઆઇના અધિકારીઓને કહ્યું કે, તેમની સરકાર અને પાકિસ્તાનનાં લોકો સશસ્ત્ર દળો અને ગુપ્તચર એજન્સીઓની પાછળ દ્રઢતાથી ઉભા છે. તેમણે આ સંસ્થાઓની અભૂતપૂર્વ ઉપલબ્ધીઓની સરાહના કરી. 

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ 7 સપ્ટેમ્બરે એક અસામાન્ય પગલા હેઠલ પાકિસ્તાનની સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ તખ્તાપલટની આશંકાથે બે ચાર રહેનારા દેશમાં લોકશાહી અને સંસ્થાઓને મજબુત કરવા માટેની જરૂરિયાતની ભલામણ કરી હતી અને વડાપ્રધાન ઇમરાન ખાનની સાથે મંચ વહેંચ્યું હતું. 

રાવલપિંડીમાં સેના મુખ્યમથકમાં તેના દ્વારા આયોજીત સંરક્ષણ અને શહીદ દિવસ કાર્યક્રમને સંબોધિત કરતા બાજવાએ કહ્યું કે, લોકશાહી નિરંતરતા દેશનાં વિકાસ અને પ્રગતી માટે જરૂરી છે. તેમનું આ મહત્વપુર્ણ નિવેદન એવા સમયે આવ્યું હતું જ્યારે માત્ર બે દિવસ પહેલા યાત્રા પર આવેલા અમેરિકાનાં વિદેશ મંત્રીએ બાજવાને પાકિસ્તાનમાં મજબુત લોકશાહીની સંસ્થાઓના મહત્વ અંગે તાકીદ આપી હતી.