કરાંચી: ઇમરાન ખાન (Imran Khan) વર્ષ 2018માં પાકિસ્તાન (Pakistan) ના પ્રધાનમંત્રી બન્યા હાઅ. અત્યારે તેમના સત્તામાં આવ્યાને 5 વર્ષ પણ પુરા થયા નથી અને હવે લાગતું પણ નથી કે તે પાંચ વર્ષ પુરા પણ કરી શકશે. તેનો સંકેત ઇમરાન ખાન પોતેએ ગુરૂવારે આપ્યો હતો, જ્યારે તેમણે રાષ્ટ્રના નામે સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે 'આરામથી હાથ જોડીને ઉભા રહ્યા, કહ્યું નથી, હું વિપક્ષમાં જતો રહીશ. જો તમે જીતી જાવ છો તો વિપક્ષમાં બેસી જઇશ.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે જેમ ભારતમાં રાજ્યસભા હોય છે એ જ પ્રમાણે પાકિસ્તાનમાં સીનેટ છે. જ્યાં ઇમરાનના નાણા મંત્રી અબ્દુલ હફીજ શેખને આકરી હારનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ ઇમરાન ખાને નિર્ણય કર્યો છે કે તે શનિવારે સંસદમાં વિશ્વાસનો મત પ્રાપ્ત કરશે. વિશ્વાસમત પહેલાં ઇમરાન ખાને જે પ્રકારે ભાષણ આપ્યું છે, તેનાથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે હવે ઇમરાન ખાનની પીએમ પદની ખુરશીને થોડા કલાકો જ બચ્યા છે. 


પાવર જવાથી કોઇ ફરક પડતો નથી
તેમણે કહ્યું કે મારો પાવર જતો રહે તો મને શું ફરક પડે છે. હું મારા ઘરમાં રહું છું. મારા ટ્રાવેલ એન્ડ સિક્યોરિટી ઉપરાંત બધા ખર્ચ હું જાતે કરું છું. હું શનિવારે વિશ્વાસ મત પ્રાપ્ત કરવા સંસદ પાસે જઇ રહ્યો છું. આપણી સંસદને કહી રહ્યો છું કે તમે કહો સામે કારણ કે તે ઓપન થશે નહી. તમે આરામથી હાથ ઉભા કરો, હું વિપક્ષમાં જતો રહીશ. જો તમે જીતી ગયા છો હું વિપક્ષમાં બેસી જઇશ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube