કાઠમાંડૂઃ નેપાળમાં પુષ્પ કમલ દહલ પ્રચંડની પાર્ટીએ આખરે ઔપચારિક રૂપથી ઓલી સરકારમાંથી સમર્થન પરત લઈ લીધું છે. ત્યારબાદ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીના નેતૃત્વવાળી સરકાર હવે નેપાળી સંસદની પ્રતિનિધિ સભામાં અલ્પમતમાં આવી ગઈ છે. તેવામાં સંભાવના વ્યક્ત કરવામાં આવી શકે છે કે પીએમ વિપક્ષી પાર્ટીઓના અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા રાજીનામુ આપી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંસદ સચિવાયલમાં સોપ્યો સમર્થન વાપસીનો પત્ર
પ્રચંડના નેતૃત્વવાળી નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી સેન્ટર) ના વરિષ્ઠ નેતા ગણેશ શાહે ઓલી સરકારમાંથી સમર્થન પરત લેવાની જાણકારી આપતા કહ્યુ કે, તેમની પાર્ટીએ તેને લઈને એક પત્ર પણ સંસદ સચિવાલયને સોંપ્યો છે. નેપાળી સંસદના નિચલા ગૃહમાં પ્રચંડના માઓવાદી સેન્ટરના મુખ્ય સચેતલ દેવ ગુરૂંગે સંસદ સચિવાયલમાં અધિકારીઓને આ વિશે પત્ર સોંપ્યો છે. 


આ પણ વાંચોઃ પ્રથમવાર બાળકોને લગાવાશે કોરોનાની રસી, કેનેડામાં ફાઇઝરની વેક્સિનને મંજૂરી


દેશની સંપ્રભુતાને નબળી કરવાનો લગાવ્યો આરોપ
દેવ ગુરૂંગે જણાવ્યુ કે, તેમની પાર્ટીએ ઓલી સરકારનું સમર્થન પર લેવાનો નિર્ણય કર્યો કારણ કે સરકારે બંધારણનો ભંગ કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે ઓલી સરકારની હાલની ગતિવિધિઓએ લોકતાંત્રિક પ્રક્રિયાઓ અને રાષ્ટ્રીય સંપ્રભુતા માટે ખતરો ઉભો કર્યો છે. સમર્થન વાપસી બાદ હવે ઓલી સરકારની પાસે સંસદમાં બહુમત સમાપ્ત થઈ ગયો છે. 


ઓલીને બહુમત માટે જોઈએ 15 સાંસદ
હકીકતમાં બે દિવસ પહેલા પીએમ ઓલીએ જાહેરાત કરી હતી કે તે સંસદમાં 10 મેએ વિશ્વાસમત સાબિત કરશે. નેપાળી સંસદના નિચલા ગૃહ એટલે કે પ્રતિનિધિ સભામાં કુલ 275 સભ્ય છે. જેમાંથી પ્રચંડની માઓવાદી સેન્ટરના 49 સાંસદ છે. આ સિવાય ઓલીની સત્તામાં રહેલી સીપીએન-યૂએમએલની પાસે 121 સાંસદ છે. તેવામાં ઓલીએ પોતાની સરકાર બનાવવા માટે વધુ 17 સાંસદોની જરૂર છે. 


આ પણ વાંચોઃ Corona Pandemic: ભારત-બ્રાઝિલના નેતા ફેલ રહ્યાં અથવા ન માની વૈજ્ઞાનિકોની સલાહ, હવે ભોગવે છે પરિણામઃ રિપોર્ટ  


નેપાળમાં સરકાર બનાવવા માટે જાદુઈ આંકડો 138
નેપાળમાં અવિશ્વાસ પ્રસ્તાવને પાસ કરાવવા અને બાદમાં એક સરકાર બનાવવા માટે જાદુઈ આંકડો 138 છે. તે બધામાં નેપાળી કોંગ્રેસ કિંગમેકર સાબિત થઈ શકે છે, જેના 63 સાંસદ છે. નેપાળી કોંગ્રેસ ઓલી પાસે જઈ શકે છે જેની પાસે આશરે 80 સાંસદ છે અથવા પ્રચંડ જૂથને સમર્થન આપી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube