સોચીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂસનો પ્રવાસ પૂર્ણ કરીને ભારત આવવા માટે રવાના થઈ ગયા છે. આ પહેલા વડાપ્રધાન મોદી અને રૂસના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે મુલાકાત થઈ હતી. વડાપ્રધાન મોદીએ સોમવારે કહ્યું કે, તેમની રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે અહીં વાતચીત સફળ રહી. બંન્ને નેતાઓએ ભારત-રૂસના સંબંધોની સાથે સાથે વિભિન્ન વૈશ્વિક મુદ્દાઓ પર વિચાર વિમર્શ કર્યો. મોદી અને પુતિનની આ પ્રથમ અનૌપચારિક મુલાકાત હતી. આ બેઠકનું આયોજન કાલા સાગર કિનારાના આ શહેરમાં કરવામાં આવ્યું હતું. પીએમે કહ્યું કે ભારત અને રૂસની મિત્રતા સમયની કરોટી પર ખરી ઉતરી છે અને આવનારા સમયમાં આ નવી ઉંચાઈઓ પર પહોંચશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન મોદીએ આ અવસર પર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને યાદ કરતા કહ્યું કે, પૂર્વ પીએમ અટલજી અને રાષ્ટ્રપતિ પુતિન બંન્ને દેશોની રણનીતિક ભાગીદારીના જે બીજ રોપ્યા છે તે હવે વિશેષ વિશેષાધિકારપૂર્ણ રાજનીતિક ભાગીદારીના રૂપમાં વિકસિત થઈ ગઈ છે. આ મોટી ઉપલબ્ધિ છે. 


હું રાષ્ટ્રપતિ પુતિનનો આભારી છું
પીએમ મોદીએ કહ્યું, હું રાષ્ટ્રપતિ પુતિનનો આભારી છું, જેણે મને અનૌપચારિક મુલાકાત માટે આમંત્રિત કર્યા અને ત્યારબાદ અમારી આ લાંબી મિત્રતામાં એક નવો પહેલુ જોડાઈ ગયો છે. તેમણે કહ્યું, તમે દ્વિપક્ષિય સંબંધોમાં અનૌપચારિક સંમેલનનો એક નવો પહેલું જોડી આપ્યો છે. મારૂ માનવું છે કે આ એક મોટો અવસર છે અને વિશ્વાસ વધારનારો છે. પીએમે પુતિનને કહ્યું, મને ફોન પર શુભેચ્છા આપવાનો અવસર મળ્યો હતો, પરંતુ આજે મળીને શુભેચ્છા આપવાનું સૌભાગ્ય મળ્યું. ભારતના સવાસો કરોડ દેશવાસિઓ તરફથી તમને ખૂબ-ખૂબ શુભકામનાઓ. વર્ષ 2000માં પદભાર સંભાળ્યા બાદ તમારો ભારત સાથે અતૂટ સંબંધ રહ્યો છે. 



પીએમ મોદીએ પુતિનને કહ્યું કે, પ્રથમવાર રૂસના રાષ્ટ્રપતિ બન્યા બાદ તમે ભારત આવ્યા હતા, તે સમયે અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા. આ દરમિયાન તમે ભારતને જીવંત લોકતંત્ર ગણાવ્યું હતું. તેને લઈને ભારતના લોકો તમને આજે પણ યાદ કરે છે. ભારત અને રૂસ જૂના મિત્રો છે અને તેનો સંબંધ અતૂટ છે. 


બંન્ને નેતાઓ વચ્ચે થઈ વાતચીત
રૂસની સત્તાવાર સમાચાર એજન્સી તાસના વિદેશ પ્રધાન સેરગેઈ લાવરોવના હવાલાથી કહ્યું, બંન્ને નેતાઓ વચ્ચે સોમવારે ઘણી વાતચીત થઈ. તેમણે કહ્યું, મને પૂર્ણ વિશ્વાસ છે કે ભારત અને રૂસના નેતાઓ વચ્ચે જારી અનૌપચારિક સંપર્ક ખૂબ ઉપયોગી થશે અને તેનાથી અમારી રણનીતિ ભાગીદારીમાં વધુ વિકાસ માટે આગળની દિશા નક્કી કરવામાં મદદ મળશે. 



વિદેશ પ્રધાને કહ્યું, આ દરમિયાન ક્ષેત્રિય અને વૈશ્વિક સ્તર પર અમારી વચ્ચે વિશિષ્ટ સહયોગના વિભિન્ન ક્ષેત્રો વિશે વિચાર વિમર્શ થયો. તેમણે કહ્યું રાષ્ટ્રપતિ પુતિન અને વડાપ્રધાન મોદી આર્થિક મુદ્દા પર થયેલી વાતચીત પર વિશેષ ધ્યાન ગયું. 


રૂસના વિદેશ પ્રધાન લાવરોવે કહ્યું, અમે અમારી વિશિષ્ટ અધિકાર પ્રાપ્ત રણનીતિક ભાગીદારીના તમામ પહેલુઓ પર વિચાર કર્યો. અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા મુદ્દા પર વિશેષ ધ્યાન આપ્યું અને વ્યાપારના આંકડામાં થઈ રહેલી વૃદ્ધિ પર પણ ધ્યાન આપ્યું. 


બંન્ને નેતાઓ વચ્ચે શિખર વાતચીત પહેલા રૂસ સરકારના પ્રવક્તા દ્મિત્રી પેસ્કોવે કહ્યું કે, રાષ્ટ્રપતિ પુતિન ભારતના વડાપ્રધાન મોદીની સાથે રૂસ-ભારત સૈન્ય સહયોગ પર વિચાર વિમર્શ કરશે.